________________
જીવની શયનદશા.
૧૬૧
ગુરૂનાં આ વચન સાંભળી તે શિષ્ય હદયમાં સમજી પ્રસન્ન થઈ ગયે, અને તેણે ગુરૂની સત્ય વાણુને અંતરથી અભિનંદન આપ્યું હતું
હે વિનીત શિષ્ય, આ ઉપરથી તમારે સમજવું કે, આ જગમાં મેહ એ મેં ટામાં મોટે ભયંકર રોગ છે અને તે ઉન્મત્ત ભાવને આપનાર મદિરા સમાન છે. એવા મેહને ભવ્ય એ સર્વથા ત્યાગ કરવો.
ત્રિશત બિંદુ–જીવની શયન દશા.
“ઝનના ફ્રિ તો જીવ રાયસ્થિતિઃ |
કપરા અર્થ–“ભ્રમ જાળમાં પડેલા જીવને શયનદશા કહેવાય છે.”
૧ ય તિશિષ્ય—હે ભગવન, આપે મેહના સ્વરૂપવિષે
- વિવેચન કરી બતાવ્યું, તેથી મારા હૃદયને શંકા s h દૂર થઈ ગઈ છે, અને તે સાથે મારા હૃદયમાં નિશ્ચિય થયું છે કે, હવે કદિપણું મેહ તથા હિતને સંગ કરે નહિ.
એ મેહ એકલા સંસારી જીવોને નડે છે, એટલું જ નહીં, પણ તે સંસારનો ત્યાગ કરનારા પ્રમાદી જીવેને પણ નડે છે. ચારિત્રધારી મુનિ પણ , જે પ્રમાદને વશ થઈ મેહમાં પડે, તે તે પણ પિતાના ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય છે. આ વાત મારા હૃદયમાં દઢ થઈ ગઈ છે. હે કૃપાધર ગુરૂ, એક વખતે મેં આપના મુખેથી સાંભળ્યું હતું કે, જે જીવ મૂઢ છેય, તે શયનદશામાં કાયમ પડ રહે છે–તે આ સંસારમાં દરેક પ્રા. લીને શયનદશા તે રહેલી હોય છે. સંસારી કે ત્યાગી દરેક શયનની સ્થિતિ ભગવ્યા વિના રહી શકતા નથી. તે એ શયનદશા શું કહે
SH. K. ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com