________________
૧૪
પ્રપંચ,
તેણે હસતાં હસતાં કહ્યું, ભદ્ર, તું તે કેાઇ વિચિત્રલાગે છે, ભિક્ષા માગવી તે કાંઇ મોટું શાસ્ત્ર નથી. કે જે અભ્યાસ વિના ભૂલી જવાય. માટે હવેથી તમે ભિક્ષા માગશેા નહીં. તેમ છતાં જો તમારી સ્ત્રી સગભાં હશે, અને તેણીને બાળક ખાળિક પ્રસવશે તો, હું તમારા ત્રણને માટે તૈયાર કાચી ભિક્ષા આપીશ. તે ગૃહસ્થના આવાં વચન સાંભળી તે ભિક્ષુકે ‘ બહુ સારૂ’' એમ કહી ભિક્ષા માગવી છેોડી દીધી.
તે પછી કેટલેક દિવસે તે ભિક્ષુકને ભિક્ષાટન કરતા પાછે તે ગૃહસ્થે જોયે. તેને જોતાંજ તે ભિક્ષુક શરમાઈ ગયા. ગૃહસ્થે આશ્ચર્ય પામીને પુછ્યું,—મહારાજ, તમે પાછા વળી કેમ ભિક્ષા માગે છે ? તે વખતે તેણે ખાટી કલ્પના કરી ઉત્તર આપ્યા કે, વખતે મારી સગ ભોં સ્ત્રી થકી યુગ્મ ( જોડલા) બાળકના જન્મ થાય, તેા પછી ચ!૨ જણુની ભિક્ષા કયાંથી મેળવવી? માટે હું ભિક્ષા માગવાનેા અભ્યાસ ક રૂં છું. ભિક્ષુકના આવાં વિચિત્ર વચન સાંભળી તે ગૃહસ્થને હાસ્ય આવ્યુ અને ખેદ પણ થયે. તેણે મનમાં જરા રોષ ધરીને કહ્યું,—તમે કોઇ મૂખ લાગે છે. તમારા ભાગ્યમાં ભિક્ષાજ લાગે છે. હું તમને આટલી સહાય આપું છું, તે છતાં તમે તમારા ભિક્ષુકી સ્વભાવને છેતા નથી. કર્મની ગતિ વિચિત્ર છે. આટલું કહી તે ગૃહસ્થ તેને ચાર જણને માટે પણ સતત ભિક્ષા આપવાનું વચન કહી કટાળીને ચા લ્યા ગયા.
ગુરૂ કહે છે, હે શિષ્ય, એ જે ભિક્ષુક હતા, તે આ સંસારના પ્રપ`ચમાં પ્રીતિવાળા જીવ સમજવા, અને જે ગૃહસ્થ તેને વારવાર સહાય આપવા તૈયાર થતા, તે સદ્ગુરૂ સમજવા, સદૃગુરૂ સારા ઉપદેશરૂપ સહાય આપ્યા કરે, તથાપિ સંસારના પ્રપ'ચમાં પ્રીતિવાળા જીવને તેના આધ લગતા નથી. જેમ તે ભિક્ષુકને ભિક્ષાટનની પીડામાંથી મુક્ત થવું ગમતું નહતું, તેમ જીવને ગમે તેટલુ દુઃખ પડે તે પણ આ સ'સારની પીડામાંથી મુક્ત થવું ગમતું નથી. તેને સદ્ગુરૂને ઉપદેશ રૂચિકર લાગતા નથી. માટે તે ભિક્ષુકની જેમ ઉત્તમ જીવોએ સ સારના પ્રપ’ચ ઉપર પ્રીતિ રાખવી ન જોઇએ. એવા સ`સાર ઉપર પ્રીતિ રાખવાથી સદ્ગુરૂના ઉપદેશ ઉપર રૂચિથતી નથી. અને તેથી આખરે મહા વિપત્તિ ભાગવવી પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com