________________
૧૪૮
જૈન શશિકાન્ત. કુટુંબનાં માણસે જાગ્રત થઈ ગયાં. બધાએ આવી તે પુરૂષને પકડ, અને દીપકથી પ્રકાશ કરી જોયું, ત્યાં તે ધર્મપાલને ત્રીજો બંધુ નીકળ્યા. તેને ઓળખી ધર્મપાલે કહ્યું, ભાઈ, શામાટે ઘરમાં પેઠે હતા? તેણે ઉત્તર આપ્યો કે, દ્રવ્ય લેવાને હું ઘરમાં પેઠે હતે. ધર્મપાલે કહ્યું, “આવી રીતે ચોરીથી દ્રવ્ય લેવું તે એગ્ય ન કહેવાય.” તેણે આક્ષેપ કરી કહ્યું, “ભાઈ, ધર્મપાલ, તે પિતાનું દ્રવ્ય પચાવી પડ છું, તે - ગ્ય ન કહેવાય. જે અમને રીતસર ભાગ નહીં આપે, તે હું ચેરી કરીને પણ ઘરમાંથી દ્રવ્ય લઈ જઈશ.” તેનાં આવાં વચન સાંભળી ધર્મપાલને હૃદયમાં ભય લાગ્યું. “રખે તે ચોરી કરી મારું દ્રવ્ય ગ્રહણ કરશે” એવી ચિંતાથી તે પીડિત થવા લાગે.
એક વખતે ધર્મપાલ ભજન કરવાને બેઠે હતું, ત્યાં તેના ઘ રની બાહેર એકમેટ અવાજ થયે.તે અવાજ સાંભળતાંજ ધમપાલ ભેજન છેડી બહેર આવ્યું. તેણે બાહેર આવી જોયું, ત્યાં પિતાને નાનો પુત્ર ઘરના ઉપરના માળ ઉપરથી પડી અચેતન થયેલ છે. પુત્રને અચેતન થઈ પડેલ જોઈ ધર્મપાલે પોકાર કર્યો, એટલે પોતાના કુટુંબીઓ તથા આડોશી પાડોશી દેડી આવ્યાં, પુત્રની અચેતના
સ્થા જઈ “આ પુત્રનું અકસ્માત્ મૃત્યુ થશે એ ભય રાખી તે ઉચે સ્વરે રૂદન કરવા લાગ્યા. ડીવાર પછી તે પુત્ર મૂછથી મુક્ત થયે, એટલે તે ધર્મપાલના હૃદયમાં જરા શાંતિ આવી. એક વખતે ધર્મપાલ પ્રાતઃકાળે ઉઠી દંતધાવન કરતા હતા, ત્યાં રાજા તરફથી એક માણસ તેને બોલાવા આવ્યું. રાજસેવકે ધર્મપાલને કહ્યું કે, “મહારાજા કેઈ જરૂરી કામમાટે આપને જલદી બો લાવે છે.” રાજદૂતનાં એ વચન સાંભળતાં જ ધર્મપાલ સત્વર બેઠે થયો, “કઈ રાજકાર્યને પ્રસંગ અચાનક આવી પડ્યો હશે, એવું ધારી તે સત્વર તૈયા૨ થઇ રાજદ્વારે આવ્યા. ધર્મપાલ રાજાની પાસે આવી પ્રણામ કરી ઉભે રહ્યો. ધર્મપાલને જોતાંજ રાજા કે ધાતુર થઈ બે –“અરે દુરાચારી ધર્મપાલ, આજથી તને અધિકાર ઉપરથી દૂર કરવામાં આવે છે, અને તારી આજીવિકા બંધ કરવામાં આવે છે.” રાજાના મુખથી આ વચને સાંભળી આજીવિકાના ભયથી ધ્રુજતે ધ્રુજતે ધમપાલ બે, મહારાજા, મારે અપરાધ છે? હું નિરપરાધી છતાં મને આ વી ભારે શિક્ષા કરે છે તે યોગ્ય ન કહેવાય. રાજાએ કહ્યું, દુષ્ટ ધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com