________________
પ્રપંચ.
પ્રપંચમાં પડેલો જીવ તે સંસારના પ્રપંચથી અનેકવાર દુઃખી થાય છે, તે છતાં પાછે તે પ્રપંચ કરવાને તત્પર થાય છે. આ સંસારને પ્રપંચ તે કમળ રૂપ છે, અને જે ભ્રમર છે, તે જીવ રૂપ છે. તેમને વશ થઈ પિતાને વીતેલું દુઃખ ભૂલી જઈ પાછો તે પ્રપંચના ફસામાં ફસાય છે.
હે શિષ્ય, તેથી સુજ્ઞ પુરૂષે આ સંસારના પ્રપંચથી સર્વદા દૂર રહેવું. અને તેની અંદર દુઃખ દાયક મમત્વ રાખવું નહીં. વળી તે વિષે એક બીજું પણ દષ્ટાંત છે તે સાંભળ
કેઈ નગરમાં એક ભિક્ષુક બ્રાહ્મણ રહેતું હતું. તે હમેશાં ભિક્ષાવૃત્તિ કરીને પિતાની આજીવિકા ચલાવતું હતું, તેને એક સ્ત્રી હતી. તે કઈ ગરીબ બ્રાહ્મણની પુત્રી હતી. તેથી તે સારી રીતે પતિ સેવા કરતી હતી. બ્રાહ્મણ હમેશાં કાચી ભિક્ષા માગી લાવતે, તેમાંથી તે બંનેને નિર્વાહ થતું હતું. એક વખતે વર્ષાઋતુ આવી. કેટલાએક ' દિવસ સુધી વરસાદ વરખ્યા કરતું હતું. તેથી ધંધાદારી લેકના નિર્વાહમાં ખલના થઈ હતી. આ વખતે પેલે ભિક્ષુક બ્રાહ્મણ કાચી ભિક્ષા માગવાને રસ્તામાં નીક. તેણે ભિક્ષા માત્ર ઉપર એક વસ્ત્ર ઢાંકી ઘેર ઘેર ફરવા માંડયું. તેની આવી પ્રવૃત્તિ જોઈ તેજ માગે એક બીજે ગૃહસ્થ નીકલ્યો. તેણે આ ભિક્ષકને પાત્રપર વસ્ત્ર ઢાકી ભીખ માગતે. જે. તે જોઈ પેલા ગૃહસ્થને હૃદયમાં દયા આવી, તેણે તરતજ તે ભીખારી બ્રાહ્મણને પોતાની પાસે બોલાવ્યા, અને કહ્યું, હે ભિક્ષુક, આવા વર્ષાદના વખતમાં શા માટે ભિક્ષા માગે છે? તારા જેવા બ્રાહ્મણે વિચારવું જોઈએ કે, જે કાચી ભિક્ષામાં જળનું ટીપું પડે, તે તે બ્રાહ્મણને એઠું ગણાય છે. તેવી એઠી ભિક્ષા બ્રાહ્મણે ન લેવી જોઈએ. આ વાત તારે વિચારવી જોઈએ. અને આવા વખતમાં ભિક્ષા અર્થે ન ફરવું જોઈએ. તે ભિક્ષુક બ્રાહ્મણે જવાબ આપ્ય-ભાઈ, હું શું કરું? મેં થેડા દિવસ રાહ જોઈ પણ વરસાદ બંધ રહ્યો નહીં. અને મારા ઘરમાં ખાવાનું પણ કાંઈ રહ્યું નહીં, તેથી હું કંટાળી ગયે. અને આખરે મારા બ્રાહ્મણના ધર્મને દૂર મૂકી, હું ભિક્ષાને અર્થે બાહર નીકળ્યા. બ્રાહ્મણની આ વાત સાંભળી તે દયાળુ ગૃહસ્થ પુછયું, વિપ્ર, તારે હમેશાં કેટલી ભિક્ષા જોઈએ છીએ? વિપ્રે ઉત્તર આપ્યા. મારા ઘરમાં હું અને મારી સ્ત્રી બે માણસ છીએ. બંનેને પૂરતે ખોરાક મળે તેટલી ભિક્ષા મળતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com