________________
૧૨૭
જૈન શશિકાન્ત બેલ્યા–હે શ્રાવકે, પૂર્ણતા એટલે શું? તે તમે સાવધાન થઈને સાંભબે-જ્યારે તમે પૂર્ણતાને ખરે અર્થ સમજશો, ત્યારે તમને ભાન થશે કે, “આપણે ખરેખરા પૂર્ણ નથી, અને આ જયચંદ્ર શ્રાવકજ પૂર્ણ છે. ” હે ગૃહસ્થ, આ જગમાં બે પ્રકારની લક્ષ્મી છે. એક દ્રવ્ય લક્ષ્મી અને બીજી ભાવ લક્ષ્મી, તેમાં તમારા ઘરમાં જે લક્ષમી છે, તે દ્રવ્ય લહમી છે. અને બીજી જે ભાવ લક્ષ્મી છે, તે આત્માની લકમી છે. જ્ઞાન, દર્શન વગેરેની જેલમી તે ભાવલ કમી કહેવાય છે. તે ભાવ લમીથી જે સુખ ઉપજે છે, તે સુખ તમને દ્રવ્ય લક્ષમીથી મળવાનું નથી. તે આમ લક્ષ્મીથી જે સુખમય થવું એટલે આત્માના સ્વરૂપમાં રમણ કરવું, તેનું નામ પૂર્ણતા કહેવાય છે. આ સંસારમાં પ્રત્યેક જીવ પિતાને આત્માના ગુણરાશિથી યુક્ત છે. જ્યારે તે આત્મ સ્વરૂપને સમજે છે, ત્યારે તે ગુણરાશિ તેને સુખમય બનાવે છે. એ સુખમય બનેલ આત્માજ ખરેખર પૂર્ણ કહેવાય છે. એવી પૂર્ણતા પ્રાપ્ત કરવામાંજ આ મનુષ્ય જીવનની કૃતાર્થતા છે. જ્યાં સુધી એવી પૂર્ણતા પ્રાપ્ત ન થઈ હોય, ત્યાંસુધી પુદ્ગળિક સુખને આપનારી દ્રવ્ય લફેમી ગમે તેટલી હોય, તે પણ તેથી પૂર્ણતા પ્રાપ્ત થયેલી ગણાતી નથી. ધન ધાન્ય વગેરે જે વસ્તુઓ છે, તે પરવસ્તુ છે, તે આત્મવસ્તુ નથી. એવી પરવસ્તુથી પિતાને પૂર્ણપણું માનવું એ તદ્દન ખોટું છે. પિતાના આત્મગત સ્વભાવની પૂર્ણતા તેજ ખરેખરી પૂર્ણતા છે. જાંતિથી માનેલી પૂર્ણતા વાસ્તવિક નથી. કારણ કે જે પૂર્ણતા પિગલિક વસ્તુથી થયેલી છે, તે પૂર્ણતા આ ભવ તેમજ પરભવમાં દુઃખ આપે છે. જ્યાં સુધી એવું પૂર્ણાનંદપણું પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી રંકપણું જતું જ નથી. તેથી ખરી રીતે તે તમે ધનાઢ્ય લોકેજ રાંક છે, અને આ ધન રહિત જયચંદ્ર પરિપૂર્ણ છે. કારણ કે, તે અધ્યાત્મ વિદ્યાને જાણનારે હેવાથી તેનામાં આત્મવત્ પરિપૂર્ણ છે. જ્યારે પૂર્ણતાને દર્શાવનારી આત્મવસ્તુ હોય, તે પછી દ્રવ્ય વગેરે પરવસ્તુની જરૂર નથી. જેનામાં બાહ્ય વસ્તુને ત્યાગ કરવાનું સામર્થ્ય હેય અને હૃદયમાં જરા પણ તૃષ્ણ ન હોય, તેનું નામજ પૂર્ણતા છે. હે ગૃહસ્થ, તમને આત્માના આનંદને અનુભવ નથી, તેથી તમે દ્રવ્યની પૂર્ણતામાંજ ખરી પૂર્ણતા માને છે. એ આત્માને આનંદ એ છે કે, જે દ્રવ્ય વગેરે પરવસ્તુથી પૂર્ણ કરીએ, તે અપૂર્ણ થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com