________________
૧૧ર
જૈન શશિકાન્ત. રૂપ પેટીમાં રહેલા શુભ હૃદયરૂપ રત્નને લુંટવા આવ્યું. તેને લુંટવા આવેલ જોઈ. તે મુનિરૂપ વેપારીઓના સુભટે તેનું રક્ષણ કરવાને તૈયાર થઈ ગયા. તે મેહરૂપી લુંટારાના અને વેપારીઓના સુભટેની વચ્ચે મોટું યુદ્ધ ચાલ્યું. તે પરસ્પર યુદ્ધ ચાલતાં જે વેપારી તરફથી મંત્રી આવ્યું હતું. તે સમ્યગદર્શન સમજવું. અને લુંટારાને મંત્રી તે મિથ્યાત્વ સમજવું. પ્રથમ તે બંને મંત્રીઓની વચ્ચે યુદ્ધ ચાલ્યું, તેમાં સમ્યગદર્શનરૂ૫ મંત્રીએ મિથ્યાવરૂપ મંત્રીને હરાવી દીધે, અને તેની વિષમદશા કરી દીધી. પછી વેપારીના સુભટેએ જે લુંટારાના સુભટને હરાવ્યા. તે મુનિરૂપ વેપારીઓના પ્રશમ વગેરે મહાન સુભટોએ મેહરૂપી લુંટારાના કષાયરૂપી સુભટને હરાવી દીધા છે. જે એક મેટે લુંટારે ગુસ્સો કરી સામે આવ્યું, તે કામદેવ સમજે. તેને શીળ નામના દ્ધાએ હરાવી દીધું. પછી છ લુંટારાનું ટેળું આવ્યું. તે હાસ્ય વગેરે છ સમજવા. તેને હરાવનારી વેપારીઓના સુભટની સેના તે વૈરાગ્યની સેના સમજવી. તે પછી તેના બીજા કેટલાએકનિદ્રાસિંહ વગેરે સુભટને વહાણુના દ્ધાઓએ જે હરાવ્યા હતા. તેમાં જે નિદ્રાસિંહ વગેરે સુભટે તે નિદ્રા, પ્રમાદ વગેરે સમજવા. તેમને શ્રુતરોગ વગેરે સુભટેએ હરાવી દીધા હતા. તે પછી આર્તીસિંહ તથા રેદ્રસિંહ વગેરે જે બે દ્ધાએ તે આર્તધ્યાન તથા રદ્રધ્યાન સમજવા. તેમને ધર્મ તથા શુકલધ્યાન રૂપ સુભટો હરાવે છે. જે અસંયમરાય નામે યુદ્ધ ધસી આવ્યું હતું, તે અસંયમ સમજે. તેને નિગ્રહરાય રૂપ દ્ધાએ હરાવ્યું, એટલે ઇદ્રિના નિગ્રહથી અસંયમ ઘર થઈ જાય છે. તે પછી બાકીના સુભટને હરાવનાર જે પુણ્યસિંહનામને પ્રતાપી વીર છે. તે પુણ્યને ઉદય સમજે. પુણ્યના ઉદયથી ચસુદર્શનાવરણ વગેરેને નાશ થઈ જાય છે. તે સાથે અશાતારૂપી સૈન ન્ય પણ નાશી જાય છે. તે પછી વહાણુના સુભટને અધિપતિ ધર્મરાજ શ્રેષરૂપી હાથી અને રાગરૂપી સિંહપર આરૂઢ થઈ આવેલા તે મુખ્ય ચાંચી મેહને હરાવી દે છે. જ્યારે ધર્મરાજ અને તેની સેનાને હરાવે છે, એટલે પેલા મુનિરૂપ વેપારીઓ પિતાની નિર્વાણ નગરની મુસાફરી નિર્વિને થશે એવું માની અતિશય આનંદ પામે છે, અને પિતાના આત્માને કૃતાર્થ માની સર્વ રીતે સુખી થાય છે. એટલે તેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com