________________
૧૧૦
જૈન શશિકાન્ત. તેઓની પાસે એક એવું ન હતું કે, જે રત્નના યોગથી દરેક કરીયાણાના ભાવ જાણવામાં આવે. જ્યારે કરિયાણાના ભાવ જણાય, એટલે જે કરિયાણું સસ્તુ થવાનું હોય, તેને ખરીદ ન કરે અને જે મેંશું થવાનું હોય, તેને ખરીદ કરે. એમ કરવાથી ધાર્યો લાભ મેળવી શકાય છે. આવું ઉત્તમ રત્ન લઈ તે વેપારીઓ એક સુંદર વહાણમાં બેઠા. તે વાહાણને પાણી આવે એવું એક પણ છિદ્ર ન હતું. તેને સારું સુકાન હતું. તેની વચમાં એક વિશાળ મંડપ હતું. તેની અંદર બે પ્રકારને બીજે પણ માલ ભર્યો હતે. વેપારીઓને માલની રક્ષા કરવાને માટે તેમાં કેટલાએક સુભટે રાખવામાં આવ્યા હતા. તે વહાણને સારે કપથંભ તથા ઉજળે સઢ હતા. આવા સુંદર વહાણમાં તે વેપારીઓ બેઠા એટલે અનુકૂળ પવન વાવા લાગ્યા, તેથી તે વેગથી સારે માર્ગે ચાલ્યું. તે વહાણની વચ્ચે એક મજબૂત પેટીમાં પેલું દિવ્ય રત્ન રાખવામાં આવ્યું હતું. તે વહાણ એક મેટા નગર તરફ હંકાર્યું. “આ વહાણ એક સુંદર અભૂત રત્ન છે,” એવી ખબર પડવાથી એક ચાંચીઓ લુંટાર કેટલાએક સુભટને લઈ તેને લુંટવા આવ્યું. તે લુંટારાના મનમાં વારંવાર શંકા થતી હતી. તથાપિ તેણે પિતાના સુભટે તેને માટે સજજ કર્યા હતા. તેઓ બીજા વહાણુમાં બેસીને આવ્યા હતા. તેમણે બધાએ મળીને પેલા રત્નને લેવાને માટે યુદ્ધ કરવાને આરંભ કર્યો. તે વખતે વાહાણુમાં બેઠેલા પેલા વેપારીઓ પિતાના વહાણના સુભટને લઈ તેમની સામે યુદ્ધ કરવાને તૈયાર થયા. તે વખતે વહાણના વેપારીઓ તરફથી એક મંત્રી આવ્યું, અને તેણે પેલા સામાવાળાના મંત્રીને નઠારી સ્થિતિમાં મૂક્યું. જ્યારે તે મંત્રીને નઠારી સ્થિતિમાં મૂકે. એટલે બીજા કેટલાએક સુભટો ચડી આવ્યા, અને તેમણે પેલા લુંટારાના સુભટને લીલામાત્રમાં અને ટકાવી દીધા. તે પછી એક મોટો લુંટારે ગુસ્સો કરી સામે આવ્યું, તેને જોઈ શીળ નામના એક વેપારીને દ્ધાને હરાવી દીધા. તે પછી એક છ લુંટારાનું ટેળું આવ્યું, તેને આવેલું જે વેપારીઓના સુ. ભટોની એક મોટી સેના તેની સામે આવી, અને તેણે તે ટોળાને હઠાવિી દીધું. તેની સાથે આવેલા કેટલાએક બીજા સુભટોએ વહાણના નિદ્રાસિંહ વગેરે યોદ્ધાઓને હરાવી દીધા. તે પછી લુંટારાના આ સિંહ અને રૌદ્રસિંહ નામના બે દ્ધા આવ્યા, તેમને વેપારી તરફના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com