________________
૧eo
જૈન શશિકાન્ત. ત્યારે એ શહેર જેવાની મારી ઈચ્છા થાય છે. પણ એવી શરતે કે, જે તમારા કહેવા પ્રમાણે એ શહેરના ગૃહ સુખી હશે અને સર્વ રીતે તેમની સ્થિતિ સારી હશે, તો હું ત્યાં વાસ કરીશ, નહીં તે તરતજ આ સ્થળે આવતે રહીશ.” મહાત્માનાં આ વચને શ્રાવકેએ માન્ય કર્યા. અને પછી વાજતે ગાજતે તે મહાત્માને તેઓ શેહેરમાં લઈ ગયા. મહાત્મા મુનિને શહેરની મધ્ય ભાગે આવેલા ઉપાશ્રયમાં ઉતાર્યા. અને તેમની વિયાવચ્ચ કરી બધા શ્રાવકે પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. - બીજે દિવસે પ્રાતઃકાળે શ્રાવકે તે મહાત્માને વંદના કરવા આવ્યા, ત્યાં તે મહાત્મા ઉપાશ્રયની અંદર જોવામાં આવ્યા નહિ. ચારે તરફ તપાસ કરતાં તેઓ પેલા ઉદ્યાનમાં રહેલા જોવામાં આવ્યા, શ્રાવકે સાથે મળી ઉદ્યાનમાં આવ્યા, અને તેમણે વિનયથી કહ્યું, મહારાજ, આપ એક દિવસમાં જ પાછા અહિં કેમ ચાલ્યા આવ્યા? મહાત્માએ ઉત્તર આયે, ગૃહસ્થ, મને ત્યાં કારાગૃહમાં રહેલા કેદીએની સાથે ગમ્યું નહિ. શ્રાવકે આશ્ચર્ય પામી બેલ્યા-મહારાજ, આ શું બોલે છે? આપને તે સારા ઉપાશ્રયમાં ઉતાર્યા હતા. વળી તે ઉપાશ્રયની આસપાસ ધનાઢ્ય શ્રાવકનાં ઘર છે. તેને આપ કારાગૃહ કેમ કહે છે? ત્યાં કેદીએ પણ કયાં છે? શ્રાવકનાં આ વચન સાંભળી તે મહાત્મા બોલ્યા–હે ગૃહસ્થ, તમે બધા કેદીઓ છે, અને તમારાં ઘર તે કેદખાનાં છે. એકાંત અને શાંત સ્થળે રહી આનંદ પામનારા મારા જેવા ભિક્ષુ મુનિને તમારા ગૃહસ્થોના આવાસ પાસે રહેવું ગમે નહિ. મા શ્રાવકોએ ઇંતેજારીથી પુછયું, મહારાજ, લક્ષ્મીના વૈભવવાળા અનેક પ્રકારના ખાનપાનથી પરિપૂર્ણ અને ભેજન, શયન, અને આસનના સુખને સંપાદન કરનારા અને ગપગના આનંદને અનુભવ નારા ગૃહસ્થને આપ કેદી કેમ કહે છે? અને તેઓના ઘરને કારાગ્રહ કેમ કહે છે? મહાત્મા મંદ મંદ હસતા બોલ્યા-ગૃહસ્થ, જ્યાં સુધી તમે મેહદશામાં પડેલા છે, ત્યાં સુધી તમને ગૃહાવાસમાં સુખ લાગે છે, પણ તે ગૃહાવાસમાં બીલકુલ સુખ નથી. તે ખરેખરૂં કારાગ્રહ છે. તે કેવી રીતે કારાગૃહ કહેવાય? તે સાંભળે–આ ગૃહ સંસાર એક કારાગૃહ છે. તેની અંદર જ સ્ત્રીને પ્રેમ, તે બેડી છે. જે પિતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com