________________
૬૩
प्रभावकचरित પ્રભાચંદ્રાચાર્યની એ અપૂર્વ એતિહાસિક કૃતિનું ઉત્તમ અને શુદ્ધ પ્રકાશન. અનેક પ્રાચીન પ્રતિઓના આધારે આ ગ્રંથનું નવી ઢબે સંપાદન કરવામાં આવ્યું છે. ગ્રન્થાને, ગ્રન્થમાં આવેલ બધાં અવતરણ રૂપે પોની તથા ઐતિહાસિક અને ભેગેલિક એવા સર્વ વિશેષ નામેની અકારાદિ અનુક્રમણિકા આપેલી છે સાથે જૂની પ્રતોની ૩ સંપૂર્ણ ફેટે પ્લેટે આપેલી છે. મૂ. ૫-૦-૦
कुमारपालचरित्रसंग्रह। રાજર્ષિ કુમારપાલના જીવનચરિત્રના સાધનભૂત એવાં કેટલાંક અપ્રકાશિત અને પુરાતન ચરિત્રોને એક અભિનવ સંગ્રહ. એમાં પણ, અવતરણ રૂપે આવેલાં પદ્યોની તથા સર્વ વિશેષ નામની અનુક્રમણિકા આપવામાં આવી છે. પ્રારંભમાં વિસ્તૃત હિન્દી પ્રસ્તાવના આપેલી છે. તેમાં ચરિત્રોને લગતી ઉપયોગી એતિહાસિક માહિતી અને કેટલીક હકીકતો આપવામાં આવી છે. મૂ. ૪-૧૨-૦
जैनपुस्तकप्रशस्तिसंग्रह प्रथम भाग વિક્રમના ૧૧મા સૈકાથી લઈ ૧૫મા સૈકા સુધીમાં લખાએલા તાડપત્રના ગ્રંથની પુસ્તક પ્રશસ્તિઓને અપૂર્વ સંગ્રહ. આ સંગ્રહમાં ૧૧૧ પ્રશસ્તિઓ પદ્યબબ્ધ રચનાવાળી, અને ૪૩૩ પુષિકા લેખરૂપે લખાએલી ગદ્ય કંડિકાઓ આવેલી છે. એ પ્રશસ્તિઓમાં શ્રાવકેના અનેક પ્રાચીન વંશે અને કુલેને અપૂર્વ ઈતિહાસ સમાએલ છે. પ્રારંભમાં એ પ્રશસ્તિઓનું મહત્ત્વ સમજાવનારી વિસ્તૃત હિન્દી પ્રસ્તાવના આપવામાં આવેલી છે અને અંતે એમાં મળી આવતા, આચાર્યોનાં, મુનિઓનાં, વિદ્વાનોનાં, રાજાઓનાં, મંત્રીઓનાં, શ્રાવકેનો, શ્રાવિકાએનાં, ગણુગોનાં; કુલ જાતિઓનાં, ગ્રન્થના, સ્થાનનાં ઈત્યાદિ ભિન્ન ભિન્ન જાતનાં એતિહાસિક અને ગેલિક દૃષ્ટિએ મહત્ત્વનાં ગણાતાં સર્વ વિશેષ નામોનાં અકારાદિકમવાળાં પરિશિષ્ટો આપ્યાં છે. મૂ. ૫–૮–૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com