________________
કાય સમાપ્ત થયું એટલે આ પ્રદેશમાં વિહાર શરૂ કર્યો. પ્રસ્તુત વિષયને નિષ્પક્ષપણે અભ્યાસ આર અને શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, લોકપ્રકાશ વિગેરે શા તથા પ્રસ્તુત ચર્ચામાં ઉપયોગી શ્રાદ્ધવિધિ, હીરપ્રશ્ન, સેનપ્રશ્ન, તવતરંગિણી, શ્રી વિચારામૃત સંગ્રહ, તિથિવૃદ્ધિ વિગેરે ગ્રન્થોનું અધ્યયન કર્યું, જેના પરિણામે પ્રાચીન આચરણાની સત્યતા અને નવીન પક્ષની નિઃસારતાનો અનુભવ થવા લાગ્યા. જેના નિચોડપે પ્રસ્તુત નિબંધનું નિર્માણ થયું છે.
નવીન પક્ષ પોતાના મતના સમર્થમાં શ્રી તત્વતરંગિણીનું નામ આપે છે એટલે તેના મતને તત્વતરંગિણી સિવાય બીજા કેઈ ગ્રંથને આધાર નથી. મિતુ તે જ નવીન પક્ષના એક અગ્રણી પૂ. મુ. શ્રી કલ્યાણુવિજય મ. તે ગ્રન્થના પ્રણેતા માટે કેવી માન્યતા ધરાવે છે તે જાહેર છે. તેઓશ્રી આ ગ્રંથને પ્રમાણિક માનવાને જ તૈયાર નથી. વાસ્તવમાં નવીન પક્ષ પાસે પોતાના મતની સિદ્ધિનાં કોઈ પ્રમાણે જ નથી.
જ્યારે આચરણા પક્ષની સિદ્ધિનાં અનેક પ્રમાણે ઉપલબ્ધ થાય છે, જેને વાંચકો પ્રસ્તુત નિબંધમાં જોઈ શકશે. આ ઉપરાંત રતલામથી પ્રકાશિત “શાસ્ત્રીય પુરાવા ” માં પણ પ્રમાણેને સંગ્રહ છે. પ્રસ્તુત નિબંધમાં તેનું પણ અવતરણ કરવામાં આવ્યું છે. આ પ્રમાણે એટલા સજજડ અને દઢ છે કે કોઈ પણ જિનાજ્ઞાપ્રેમી ભવભીરૂ સાધક તેની ઉપેક્ષા કરી શકે જ નહીં. નવીન પક્ષના મહામાએ આ વિષયને નિષ્પક્ષપણે અવલોકશે તે તેઓશ્રીને પણ પ્રાચીન પક્ષને સમ્મત શાઆધારે વાંચી સંતોષ થશે, અને પ્રાચીન આચરણ સાચી છે એમ ખાત્રી થશે. હું જેમ જેમ શાસ્ત્રાભ્યાસ કરતો ગયો તેમ તેમ પ્રાચીન આચરણવાળો મત મને વધુ સાચો જણાતો ગયો. મારું તો શાસ્ત્રાધારે દૃઢ મંતવ્ય છે કે-પ્રાચીન આચરણ પક્ષ વધુ સાચો અને સબળ છે.
અંતમાં દરેક જીવ શ્રી જિનવરેન્દ્રની આજ્ઞાનું પાલન કરે અને આત્મકલ્યાણ સાથે એ શુભેરછાપૂર્વક વિરમું છું.
વીર નિસં૦ ૨૪૬૩ શ્રાવ્ય મુ. ૧૫ શનિવાર
મુ. સરધના (મેરઠ) U. P.
ઈ મુનિ દર્શનવિજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com