________________
? ૫૪ : એનું વિગતવાર વર્ણન આપવું અહીં અશકય છે. લગભગ ૩૦૦ વર્ષ સુધીના આ અરસામાં જૈનાચાર્યોએ ઘણું ગ્રંથ રચી બીજા પ્રાંતને પણ માન ઉપજાવે તેવું ગુજરાતનું સાહિત્ય ભંડોળ વધાર્યું છે.
હેમચંદ્રાચાર્યના સમયમાં અનેક તાડપત્ર ગ્રંથ લખાણ હતાં. એમાં સં. ૧૨૦૧ થી ૧૨૭૨ સુધી લખાયેલી કેટલીયે પ્રતિઓ પાટણ અને જેસલમેરમાં અત્યારે પણ મોજુદ છે.
આ સમયનું જૈન સાહિત્ય અગાઉ જણાવેલા હિંદના મુખ્ય મુખ્ય નગરમાં જેનભંડારમાં છે. જેમાં આઠ-નવસો વર્ષના જૂના હરતલિખિત તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલા ગ્રંથ છે. જૈન ધર્મના વિરોધીઓ, મુસલમાને અને લડાઈઓના કારણે ઘણુ ગ્રંથને નાશ થઈ ગયા. કેટલાયે ગ્રંથે પરદેશીઓ પૈસા આપી લઈ ગયા અને તેને અભ્યાસ કરી યોગ્ય રીતે પ્રસિદ્ધ કરવાનું માન મેળવ્યું. હીરવિજ્યસૂરિ –
હમયુગ પછી મહાપ્રભાવક તરીકે ઘણી જ જાણીતી વ્યક્તિ શ્રીહીરવિજયસૂરિ છે. તેઓએ સં. ૧૫૯૬ માં દીક્ષા લીધી હતી. તેમની દ્વિરાની ખ્યાતિ સાંભળી અકબર બાદશાહે તેમને ગુજરાત (ખંભાત) થી ફતેહપુર સીક્રી બોલાવ્યા હતા. હીરવિજયસૂરિની અસર અકબર ઉપર ખૂબ પડી જેથી બાદશાહે ખાસ ખાસ ઘણું દિવસોમાં હિંસા બંધ કરી હતી. એટલું જ નહિ જયારે પણ માફ કર્યો અને શત્રુંજય પર્વત જેને સમર્પણ કર્યાને દસ્તાવેજ કરી આપે. અકબર બાદશાહે તેમને જગદ્ગનું બિરુદ આપ્યું હતું. તેમના શિષ્યોમાં ઘણું મેટા વિદ્વાન સાધુઓ હતા. જેમણે અનેક ગ્રંથની રચના કરી છે. તેમના સમયમાં અનેક પ્રકારની અવ્યવસ્થા અને વાદો ઊભા થયા હતા. એ બધાનું સમાધાન અને વ્યવસ્થા કરવામાં જ એમને માટે સમય ગય. વધુ વિગત જાણવા માટે શ્રી વિદ્યાવિજયજીકૃત “સૂરીશ્વર અને સમ્રાટ' નામનું પુસ્તક જેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com