________________
': ૨૫ :
કૌશલ અને સદાચારની પ્રવૃત્તિમાં પ્રગતિશીલ અને એકધારી રહી છે; તેથી જ ગુજરાતના પ્રજાકીય જીવનની પ્રત્યેક રીતિનીતિ જેની અસરથી મુક્ત નથી.
ગુજરાતમાં પ્રાચીનકાળથી આજ સુધી નગરશેઠને માનવ તે દરજજો જેને એ જ ભગવ્યું છે. ગુજરાત શા માટે સમસ્ત ભારતમાં જગતશેઠનું ગૌરવભર્યું બિરૂદ એક જૈન વણિક પુત્રે જ પ્રાપ્ત કર્યું છે. રાજકારભારમાં પણ બુદ્ધિ અને વ્યવસ્થા શક્તિ ઉપરાંત લડાયક શૌર્ય પણ એમણે બતાવ્યું છે. કેટલીક વખત જે કુનેહભર્યા સંગ્રામનાં કામે ક્ષત્રિય પુત્ર નથી કરી શક્યા તે જૈન પુએ કરી બતાવ્યાં છે. આ યુદ્ધવીરેની નામાવલિ સેંકડોની નહિ પણ હજારોની છે, પણ તેમાંના કેટલાક મંત્રી જાબ, નેઢ, વીર, વિમલ, મુંજાલ, ઉદયન, અબડ, બાહડ, શાંતુ, આશુક, સજજન, વસ્તુપાલ, તેજપાલ, પેથડ, સમરાશાહ આદિ નામો આજે પણ સ્મરણીય બની રહ્યાં છે. આ જેન કારભારીઓએ ગૂર્જરરાષ્ટ્રને જીવંત બનાવી રાખવા પિતાનાં બુદ્ધિ અને શૌર્યકારા સર્વસ્વને ભેગ આપ્યાની ઈતિહાસ સાક્ષી પૂરે છે.
જ્ઞાન સંપત્તિમાં પણ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશ્યભાષા જેટલું વિપુલ સાહિત્ય ભારતના કેઈ પ્રાંતમાં નથી. ગુજરાતની અસ્મિતાની ભાવનાએ તે સમયના જ્યોતિધરેએ વિવિધ વિષયના વાદ્ધમયથી ગૂજરાતના જ્ઞાનભંડારને ભરી દીધો. આ વાલ્મયની રચનામાં ગુજરાતમાં સૌથી મોટો ફાળો જૈન મુનિઓને જ છે. તેમાં વિમલસૂરિ, પાદલિપ્ત, સિદ્ધસેન, હરિભદ્ર, ઉદ્યોતન, શીલાંક, સિદ્ધષિ, વાદિદેવ, રામચંદ્ર, વસ્તુપાલ, અમરચંદ્ર, પ્રભાચંદ્ર, મેરૂતુંગ, જિનપ્રભ, રાજશેખર, દેવવિમલ, હેમવિજય, મેઘવિજય, યશવિજય વગેરે અનેક મહારથીઓ પિતાનાં બુદ્ધિતેજ ઢળી રહ્યાં છે. અને એ સૌમાં સહસ્ત્રકિરણસમી બુદ્ધિપ્રભાથી સૌને આંજી નાખતા હેમચંદ્ર જેવા માર્તડ ઝગમગી રહ્યા છે.
જેનેના શિલ્પ સ્થાપત્ય ગુજરાતની શોભા વધારી છે અને એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com