________________
: ૨૩ :
થયું હતું, અને જે સંવત્ અત્યારે પણ આખા હિંદુસ્તાનમાં ચાલે છે, તે પણ જૈન હતે. વિક્રમાદિત્યની રાજધાની પણ ઉજ્જયિની હતી. તે વખતે ત્યાં થયેલા જૈનાચાર્ય કાલિકાચાર્યને વિક્રમ ઉપર પ્રભાવ હતું. તેમની પ્રેરણાથી વિક્રમે દુનિયાને દેવામાંથી મુક્ત કરી તેના નામને સંવત શરૂ થયો હતે. મુંજ-ભેજ :
માલવાના એ વિદ્યાપ્રિય રાજવીના સમયમાં કવિરાજ ધનપાલ પુરોહિત હતા. તેણે જૈનધર્મ સ્વીકારી તિલકમંજરી જેવા અદિતીય ગ્રંથની રચના કરી એ રાજવીઓ ઉપર જેનધર્મને પ્રભાવ પાડ્યો હતો. એટલું જ નહિ ધનપાલના કારણે માળવામાં અનેક વિદ્વાન જેનાચાર્યોએ મુંજ-ભોજની સભામાં પંડિત સાથે વાદવિવાદ કરી જેનધર્મને યશ ફેલાવ્યો હતે. '
આ જ અરસામાં ગૂજરાતમાં જૈનધર્મનું જોર ઘણું વધ્યું હતું, અને તેમાં મુખ્યત્વે મહારાજા કુમારપાલ અને હેમચંદ્રાચાર્યને પ્રતાપ હતે. આ બે વ્યક્તિઓના કારણે જેનધર્મે ગુજરાતમાં જે પ્રાધાન્ય પ્રાપ્ત કર્યું તેવું ભ૦ મહાવીરના સમય સિવાય ભારતવર્ષમાં બીજા કોઈ સમયે થયું નથી.
બિહાર, ઓરિસા અને ઉજજૈનમાં જ્યાં મેટા રાજ્યો થયાં હતાં, ત્યાં તે સમયે જેનધર્મને રાજ્યાશ્રય મળવાથી ઘણો વેગ મળ્યો હતો. પણ આ રાજયાશ્રય બંધ થતાં જેનેની મોટી વસ્તી રાજપૂતાના, ગુજરાત, કાઠિયાવાડમાં આવી વસી કે જ્યાં તેમને રાજ્યાશ્રય મળતું હતું.
જેમાં મહાવીર પછી લગભગ ૧૫૦ વર્ષે દિગંબર, શ્વેતાંબર જેવા ભેદો પડી ગયા હતા અને તે બંને દળે હિંદના દક્ષિણ અને ઉત્તર પ્રદેશોમાં વહેંચાઈ જઈ પિતપતાને વિકાસ સ્વતંત્રબળ સાધી રહ્યા હતા. બંને દળોના બાહ્યાચારમાં એટલે નગ્ન રહેવામાં અને વસ્ત્ર ધારણ કરવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com