________________
: ૧૬ :
ક્રમી રાજાઓ થઈ ગયા છે. આમાંના ઘણાખરા રાજાઓ જૈન હતા. અને જેઓ જન નહેતા તેઓ પણ જૈન ધર્મની પ્રગતિના માર્ગમાં આડા આવતા નહતા.
આ સમયે દરેક ધર્મમાં ધર્મગુઓની શુષ્ક કર્મકાંડી પ્રવૃત્તિના લીધે શિથિલતા આવી ગઈ હતી. વળી હિંદુ ધર્મમાં યજ્ઞાદિ ક્રિયાઓમાં ધર્મના નામે ઘણું જ પશુહિંસા થતી હતી. હિંદુ ધર્મગુરુઓ અન્ય પ્રજાને ઊતરતી ગણતા અને નિરંકુશ સત્તા ભોગવતા હતા. તે વખતની સામાજિક વ્યવસ્થામાં સ્ત્રીની કાંઈ જ ગણના નહોતી અને તેઓ શુદ્ધને તુચ્છ ગણુતા હતા. આ જાતની પ્રવૃત્તિ અટકાવવા અને ધર્મ કે હે જોઈએ તે બતાવવા મહાવીર અને બુદ્દે ખૂબ જોરથી પ્રચાર શરૂ કર્યો. મહાવીરે પોતાના જીવનમાં તપ અને ત્યાગ આચરીને પ્રજાને ધર્મને શુદ્ધ માર્ગ બતાવ્યો. - બુદ્ધ અને મહાવીરની ધર્મને શુદ્ધ સ્વરૂપમાં બતાવવાની આ પ્રકારની પ્રવૃત્તિથી પ્રજા બેહધર્મ અને જૈન ધર્મમાં ભળવા લાગી. પણ આનું એક પરિણામ એ આવ્યું કે જૈન અને બૌદ્ધધર્મને હિંદુ ધર્મ વચ્ચે ઘર્ષણ શરૂ થયું, દરેક ધમે રાજ્યાશ્રય મેળવવા પ્રયત્ન કર્યો, અને જે જે ધર્મને રાજ્યાશ્રય મળતે તેનું જોર વધતું હતું. દ્ધ ધર્મને ફેલા રાજ્યાશ્રય હેઠળ જ હિંદ અને પરદેશમાં પણ ઘણે થયે. રાજ્યાશ્રય બંધ થતાં તેમજ હિંદુ-ધર્મનું જોર વધતાં બૌદ્ધ ધર્મને ફેલા હિંદુસ્તાનમાં થતાં અટકી ગયો. એટલું જ નહિ પણ આ દેશમાંથી લુપ્તપ્રાયઃ થયો. અને ચીન, જાપાન તથા સીન વગેરે દેશોએ બૈદ્ધ ધર્મને અપનાવી લીધું. આજે પણ તેના કરડે અનુયાયીઓ તે દેશમાં છે.
જૈન ધર્મમાં સંયમી જીવન માટે અનેક પ્રકારની મર્યાદાઓ હતી તેથી જૈન સાધુઓ પરદેશમાં જઈ શકયા નહિ. અને જૈન ધર્મને ફેલા પરદેશમાં થઈ શકશે નહિ. ભારતમાં પણ તેણે રાજ્યાશ્રય મેળવવાનો ખાસ પ્રયત્ન ન કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com