________________
* ૧૪
ખારવેલે કટક પાસે આવેલી ઉદ્યગિરિ અને ભગિરિની ટેકરીઓ ઉપરથી હાથી ચુદ્દામાં કાતરાવેલા શિલાલેખે ઉપરથી જાણવા મળે છે.
આ ગુફાઓમાં જૈન તીર્થંકરાનાં ચિત્ર કાતરેલાં છે તથા જૈન તીર્થંકરા અને સાધુઓની પણ પ્રતિમાઓ છે. વળી ત્યાંના શિલાલેખામાં મંદિરના પુનરુદ્ધાર તથા તીર્થંકરાની પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યાંને ઉલ્લેખ મળે છે. તેમજ નંદરાજાના સમય પહેલાંથી જૈન મૂર્તિએના નિર્માણુની હકીકત, જે ભારતીય મૂર્તિ કળાના ઈતિહાસમાં મેખરે મૂકી શકાય તેવી છે તે આ શિલાલેખમાં કરેલા ઉલ્લેખથી જાણી શકાય છે.
મથુરાથી એક માઇલ છેટે કદ્રા છે અને ત્યાંથી અડધા માઇલ દૂર કંકાલીટીલા ટેકરી ઉપરથી જૈન શિલાલેખા મળી આવ્યા છે. આ ટેકરી ઉપર નાના મેટ કદની અનેક જૈન પ્રતિમાઓ છે, અને ત્યાં એ ભવ્ય મંદિશ હાય તેમ તેના ખંડિયેરા ઉપરથી જણાય છે. આ પ્રતિમાની નીચે પાદપીઠ ઉપર ધણાખરા શિલાલેખામાં પ્રતિમાની પ્રતિષ્ઠા કરનાર અને કરાવનાર સાધુ-સાધ્વી અને શ્રાવક—શ્રાવિકાનાં નામ છે. સાધ્વીનાં નામેા ઉપરથી જણાય છે કે જૈનને સધ ચતુર્વિધ હોય છે. તેને ઐતિહાસિક પૂરાવેા મળે છે. ત્યાંથી મળી આવેલા આયાગપટાની શિલ્પકળાના ખીજો નમૂના ભારતમાં ક્યાંયથી મળ્યા નથી; એવુ ઈતિહાસવેત્તાઓનુ માનવું છે.
ચિત્રકળા:
શિલ્પકળાની માફક ચિત્રકળામાં પણ જૈન ધર્મના કાળા અદ્વિતીય છે. સરગુજા જિલ્લાની જોગીમારા ગુફામાં ઇ. સ. પૂ. પહેલી ખીજી શતાબ્દિનાં ચિત્રામાં જૈન વિષય આલેખેલા મળી આવે છે; જેને ભારતીય ચિત્રકળાના પ્રાચીન નમૂનાઓમાં પ્રથમ મૂકી શકાય તેમ છે. એવીજ રીતે ગ્રંથસ્થ ચિત્રકળામાં પણુ ગુજરાતમાં સૌથી પ્રાચીન મળી આવેલી સ. ૧૧૫૭ ની તાડપત્રની પ્રતિ છે, જે આજે પણ નિશીથવૃદ્ધિ ની પાટણના ભંડારમાં માજીદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com