________________
: ૧૦ :
એક કારણ એ છે કે તેઓએ હિંદુઓના રીતરિવાજો અપનાવી લીધા, અને તેથી બને ધર્મો વચ્ચેનું વૈમનસ્ય ઘટતું ગયું.
જેમ જગતને કર્તા કેઈ નથી તેમ આત્માને સુખ-દુઃખ આપનાર કોઈ વ્યક્તિ નથી. આત્મા પોતે જ પોતાના પૂર્વભવના કરેલા કર્મોને અનુસારે સુખદુઃખ ભોગવે છે. આત્માને અનાદિકાળથી શુભ અને અશુભ કર્મો વળગેલાં છે. જ્યારે આત્મા પુરુષાર્થ વડે આ કર્મોથી છૂટે ત્યારે તે તેના શુદ્ધ સ્વરૂપમાં આવે છે. આ શુદ્ધ સ્વરૂપી આત્મા એ જ પર માત્મા કે ઈશ્વર છે. આત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ પામે એનું નામ જ મેક્ષ છે, કારણ કે શુદ્ધ સ્વરૂપી આત્માને કર્મો હેતાં નથી. એટલે તેને જન્મ મરણના ફેરા કરવા પડતા નથી. તેને સંસાર પ્રત્યે રાગ કે દ્વેષ હેત નથી તેથી સુખ અને દુઃખથી પૂર્ણ આ જગતની રચના કરતા નથી.
કર્મની ફિલસુફી એટલે કર્મના તત્વજ્ઞાન ઉપર જૈન શાસ્ત્રોએ જે ચર્ચા કરેલી છે અને તેની જે સમજણ આપેલી છે તે દુનિયાના કેઈ ધમે આપી નથી. જેનેએ જીવ વિજ્ઞાનનું આખું ચણતર કર્મ ઉપર રચેલું છે. કર્મની ફિલસૂફીની ચર્ચા આગળ આપવામાં આવી છે.
કમની ફિસુફી સમજનારને જણાશે કે આ દુનિયા પૃથ્વી, પાણી, સૂર્ય, ચંદ્ર, તારા વગેરેને કઈ ઈશ્વરે બનાવ્યા નથી પણ તેઓ શાશ્વતા એટલે અનાદિ છે. અન્ય ધર્મો કરતાં આ માન્યતા જુદી હોવાથી કેટલાક જેનેને “નાસ્તિક” તરીકે ગણે છે. પણ આ માન્યતા ભૂલભરેલી છે; કારણ કે જેને ઈશ્વરને માને છે પણ ઉપર બતાવ્યું તેમ તેને જગતના કર્તા તરીકે નથી માનતા.
મોક્ષગામી જીવ ઈશ્વર કહેવાય છે. અને આત્મા ઈશ્વરે બતાવેલા રસ્તે ચાલી મોક્ષ મેળવી પરમાત્મા બની શકે છે. જેને ત્યાં ઈશ્વર કે પરમાત્મામાં કશે ભેદ નથી. એ બંને પર્યાયવાચી નામે છે.
આમ કર્મની માન્યતાને બંધ બેસે તેવી રીતે જૈનએ મનુષ્ય માત્રને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com