________________
ધર્મ મુજબ પ્રત્યેક ભવ્ય જીવ મેક્ષને અધિકારી ગણાય છે, અને એ માટેના પુરુષાર્થથી મેક્ષ મેળવી શકે છે. જેને માને છે કે અસંખ્ય કાળથી અસંખ્ય જીવો મોક્ષે ગયા છે. જગતને કર્તા:
જેની માન્યતા પ્રમાણે ગત અનાદિ કાળથી ચાલતું આવ્યું છે અને ચાલ્યા જ કરશે. જગતને પ્રારંભ કે અંત નથી. અને તેને બનાવનાર પણ કેઈ નથી. કેટલાક દર્શનકારે આ દુનિયા અને તેની ઘટમાળનું ચક્ર ઇશ્વરે બનાવ્યું એમ માને છે. જેનદર્શન પ્રમાણે તે જગતનું ચક્ર, કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ: આ પાંચ કારણના મેળથી અનાદિકાળથી ચાલ્યા કરે છે અને અનન્ત કાળ સુધી ચાલ્યા કરશે. નવતત્વ:
જગત્ શી વસ્તુ છે?” એને વિચાર કરતાં એ માત્ર બેજ તત્વરૂપ માલમ પડે છે. જડ અને ચેતન એટલે અજીવ અને જીવ. આ બે તને વિસ્તારથી સમજાવવા માટે ન શાસ્ત્રકારોએ તેના નવ પ્રકારો કરી બતાવ્યા છે. ૧ જીવ, ૨ અજીવ, 8 પુણ્ય, ૪ પાપ, ૫ આશ્રવ, ૬ સંવર, ૭ બંધ, ૮ નિર્જરા અને ૯ મોક્ષ. આનું વિવરણ આગળ આપવામાં આવશે. કાળ;
કાળની ગણતરી માટે જેને શાસ્ત્રોમાં ઉત્સર્પિણ અને અવસર્પિણી નામના બે મુખ્ય વિભાગે પાડવામાં આવેલા છે. ઉત્સર્પિણી કાળમાં રૂપ, રસ, ગંધ, શરીર, આયુષ્ય, બળ આદિ વૈભવ સુખ ક્રમશઃ ચઢતા હોય છે એટલે ઉત્તરોત્તર સુખ વધતું હોય છે. અને અવસર્પિણ કાળમાં આ સુખ ઘટતું જાય છે. આ પ્રત્યેકને છ છ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. હિંદુ ધર્મમાં આના છ વિભાગોમાં ચાર યુગે છે તેમ જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com