________________
: ૧૭૧: એ બંને ધમવાળે છે?” તે એ પ્રશ્નના સમાધાનમાં “હા, ઘટ અમુક અપેક્ષાએ, મુખ્યત્વે કરી ચેકસ અનિય અને નિત્ય છે” એમ જે કહેવું એ ત્રીજે વચનપ્રકાર છે. આ વાકયથી મુખ્યત્વેન અનિત્યધર્મનું વિધાન અને તેને નિષેધ એ બંને ક્રમશઃ કરવામાં આવે છે.
ચતુર્થ શબ્દપ્રયાગ. “ઘટ કેઈ અપેક્ષાએ અવક્તવ્ય છે.” ત્રીજા વાકયમાં કહ્યા પ્રમાણે ઘટને અનિત્ય અને નિત્ય, એમ બંને રીતે ક્રમશઃ બતાવી શકાય છે. પરંતુ કમ વગર યુગપત (એક સાથે) ઘટને અનિત્ય અને નિત્ય કહેવું હોય, તે તેને માટે “અનિત્ય, “નિત્ય” કે બીજે કોઈ શબ્દ કામ લાગતું ન હોવાથી જેનશાસ્ત્રકારે તેને “અવક્તવ્ય શબ્દથી વ્યવહારમાં મૂકે છે. વાત બરાબર છે. ઘટ જેમ અનિત્યરૂપે અનુભવાય છે તેમ નિત્યરૂપે પણ અનુભવાય છે. એથી ઘટ કેવળ અનિત્યરૂપે ઠરતો નથી, તેમજ કેવલ નિત્યરૂપે ઘટત નથી, કિન્તુ નિત્યાનિત્યરૂપ અનિત્ય જાતિવાળે ઠરે છે. આવી હાલતમાં ઘટને યથાર્થરૂપે-નિત્ય અને એ બંને રૂપેઝમથી નહિ, કિન્તુ એક સાથ બતાવે હેય તે શાસ્ત્રકારો કહે છે કે, એવી રીતે બતાવવામાં કોઈ શબ્દ છે જ નહિ. અતએવ ઘટ અવક્તવ્ય છે. .
કોઈ પણ શબ્દ એક સાથે અનિત્યનિત્ય ધર્મોને મુખ્યત્વેને પ્રતિપાદન કરી શકે તેમ નથી. તેવી રીતે પ્રતિપાદન કરવામાં શબ્દની શક્તિ નથી. “નિત્યાનિત્ય” સમાસવાક્ય પણ કમથી જ નિત્ય અનિત્ય ધર્મોને પ્રતિપાદન કરે છે, એક સાથે નહિ. “તુતિ પર્વ સાથે ગમથત ” અર્થાત “ઇ શકાધવકિમેવાળે પોપતિ” આ ન્યાયથી એક શબ્દ એક વાર એક જ ધર્મને એક જ ધર્મથી યુક્ત અર્થને બેધન કરે છે? એ અર્થ પ્રાપ્ત થાય છે. અને એથી એ સમજવાનું છે કે, સૂર્ય અને ચન્દ્ર એ બંનેને વાચક “પુષ્પદંત” શબ્દ સૂર્ય અને ચન્દ્રને ( એવા અનેક અર્થવાળા – બીજા પણ શબ્દ પોતાના અર્થોને) કમથી જ બોધન કરે છે, એક સાથે નહિ. આ ઉપરથી કઈ ન સંકેતશબ્દ ઘડીને એનાથી ચદિ અનિત્ય-નિત્ય ધર્મોને મુખ્યપણે એક સાથે બેધન કરવાને મનેર કરવામાં આવે તે તે પણ બની શકે તેમ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com