________________
: ૧૬૪ ૪
વિનાશ અને સ્થિતિ (પ્રવત્વ) સ્વભાવવાળા બરાબર ઠરે છે. જેને ઉત્પાદ અને વિનાશ થાય છે તેને જેનશાસ્ત્રમાં “પર્યાય' કહે છે. જે મૂળ વસ્તુ સદા સ્થાયી છે, તેને “દ્રવ્ય” કહેવામાં આવે છે. દ્રવ્યથી (મૂળ વસ્તુ રૂપે) દરેક પદાર્થ નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. આ રીતે પ્રત્યેક વસ્તુને એકાન નિત્ય નહિ, એકાન્ત અનિત્ય નહિ કિન્તુ નિત્યનિયરૂપે માનવી, એનું નામ “સ્યાદ્વાદ” છે.
વસ્તુને સદસવાદ પણ સ્યાદાદ છે. વસ્તુ સત કહેવાય છે, તે કોને લઈને ? એ વિચારણીય છે. રૂપ, રસ, આકાર વગેરે પિતાના ગુણોથી પિતાના જ ધર્મોથી દરેક વસ્તુ “સત ' હેઈ શકે છે. બીજાના ગુણોથી કઈ વસ્તુ “સત ” હોઈ શકતી નથી. હંમેશાં, જે બાપ હેય છે, તે પિતાના પુત્રથી, બીજાના પુત્રથી નહિ. બીજા શબ્દોમાં આ દષ્ટાન્તને સ્કટ કરી કહીએ તે પિતાના પુત્રથી જે બાપ કહેવાય છે, તે જ પારકા છોકરાથી બાપ કહેવાતું નથી. આ પ્રમાણે સ્વપુત્રથી થતા પિતા, જેમ બીજાના પુત્રથી અપિતા છે, તેમ પિતાના ગુણથી, પિતાના ધર્મોથીપિતાના સ્વરૂપથી જે પદાર્થ “સત” છે, તે જ પદાર્થ બીજાના ધર્મોથી બીજામાં રહેલા ગુણોથી–બીજાના સ્વરૂપથી “સત” હેઈ શકે નહિ. સત્ ” ન હોઈ શકે ત્યારે સુતરાં “અસત્ ” છે, એ સ્વતઃ સિદ્ધ થાય છે.
ઉપર કહ્યા પ્રમાણે જૂદી જૂદી અપેક્ષાએ “સત્ ને “અસત્ ” કહેવામાં વિચારશીલ વિદ્વાનને વાંધે જણાતું નથી. “સત ' ને પણ
સત” પણાને જે નિષેધ કરવામાં આવે છે, તે ઉપર કહ્યા પ્રમાણે પિતામાં નહિ રહેલી અન્ય ધર્મોની સત્તાની અપેક્ષાએ. લેખન કે વક્તત્વશક્તિ નહિ ધરાવનાર એમ કહી શકે છે કે “હું લેખક નથી” અથવા “હું વક્તા નથી” આ શબ્દપ્રયોગમાં “હું” કહેવું અને સાથે નથી” કહેવું, એ શું અયુક્ત છે કે નહિ. કારણ કે “” પોતે સંત” છતાં મારામાં લેખન કે વક્તત્વશક્તિ નહિ હોવાથી તે શક્તિરૂપે “હું નથી” એ સ્પષ્ટ છે. આ પ્રમાણે સર્વત્ર અનુસધાન કરવાથી એક વ્યક્તિમાં, સત્વ અને અસત્ત્વને સ્યાદ્વાદ બરાબર દયમાં ઉતરી શકે તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com