________________
: ૧૪૦ :
એ સમજાય છે કે “જગતના દેખાતા તમામ પદાર્થો વિનાશી છે, અત એવ તેને મિથ્થારૂપ એટલે-અસાર સમજવા જોઈએ. માત્ર શુદ્ધ સત્ય, ચૈતન્યસ્વરૂપ આત્મા જ આરાધવા ગ્ય છે.” આ ઉપદેશમાં ઘણું મહત્ત્વ સમાયેલું છે. અનાદિ મહવાસનાને ભીષણ સંતાપ શમાવવાને આવા ઉપદેશ આપવા પ્રાચીન મહાત્માઓ અગત્યના સમજતા હતા. જગતના પદાર્થો સસલાના શીંગડાની જેમ સર્વથા અસત્ છે” એ અર્થ ઉક્ત સૂત્રથી કાઢવામાં ઘણું નડતર ઊભી થાય છે. એ કરતાં ઉપર બતાવેલ ભાવાર્થ જ યથાર્થ અને સહુની અનુભવદૃષ્ટિમાં આવી શકે તેમ છે. દેખાતા બાહ્ય પદાર્થોની અસારતાનું વર્ણન કરતાં જૈન મહાત્માઓ પણ તેને “મિથ્યા ” કહી દે છે. એથી, “દુનિયામાં વસ્તુતઃ કઈ વસ્તુ જ નથી” એમ એની મતલબ નથી. સંસારને સઘળે પ્રપંચ , અસાર-વિનાશી અનિય છે, એ બરાબર છે. એમાં કોઈના બે મત નથી. અને એજ મતલબને બતાવવા જગતને “મિચ્છા” વિશેષણ આપેલું છે; પરંતુ એથી સર્વાનુભવસિદ્ધ જગતને અત્યંત અભાવ સિદ્ધ થઈ શકે નહિ. કર્મની વિશેષતા.
અધ્યાત્મને વિષય આત્મા અને કર્મને લગતાં વિસ્તૃત વિવેચનથી ભરપૂર છે. આત્મસ્વરૂપના સંબંધમાં કિંચિત્ અવલોકન કર્યું; હવે કર્મની વિશેષતાના સંબંધમાં ડુંક જોઈ જઈએ—
સંસારમાં બીજા છ કરતાં મનુષ્ય તરફ આપણી નજર જલ્દી પડે છે. મનુષ્યજાતિની સ્થિતિને આપણને હમેશાં પરિચય હોવાથી તેની તરફ મનન કરતાં કેટલીક આધ્યાત્મિક બાબતમાં વિશેષ સ્પષ્ટ ખુલાસે થિઈ શકે છે.
ગતમાં મનુષ્ય બે પ્રકારના માલૂમ પડે છે-એક પવિત્ર જીવન ગાળનારા, બીજા મલિન જિંદગીમાં પસાર થનારા. આ બંને પ્રકારના મનુષ્યોને પણ બે વિભાગમાં વહેંચી શકાય છે. સુખસમ્પન્ન અને દરિદ્ર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com