________________
: ૧૩૬: તેમ તેમ તે તે હદ પ્રમાણે આગળની દૃષ્ટિએમાં પસાર થયાનું કહેવાય છે.”
જ્ઞાન અને ક્રિયાની આ આઠ ભૂમિકાઓ છે. પૂર્વ પૂર્વ ભૂમિકા રતાં ઉત્તર ઉત્તર ભૂમિકામાં જ્ઞાન અને ક્રિયાને પ્રકર્ષ હોય છે. આઠ હરિઓમાં, યોગનાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ભયાન અને સમાધિ એ આઠ અંગે ક્રમશઃ સિદ્ધ કરવામાં આવે છે, એ રીતે આત્મોન્નતિને વ્યાપાર કરતાં છેવટની દષ્ટિએ મહાન વિકાસ
પ્ત થતાં તમામ આવરણને ક્ષય થવાની સાથે કેવલજ્ઞાન મેળવાય છે.? - ' “ પિત્તવૃત્તિનિરોધ: » એ, મહાત્મા પતંજલિને ગના સંબધમાં પ્રથમ સૂત્રપાત છે. ચિત્તવૃત્તિઓ ઉખ્ય દબાણ રાખવું અન્યત્ર
માં ત્યાં ભટકતી ચિત્તની વૃત્તિઓને આત્માના સ્વરૂપમાં જોડી રાખવી એને યોગ કહેવામાં આવે છે. એ સિવાય આ હદ ઉપર આવવાના સાધનભૂત જે જે શુભ વ્યાપારો છે, તે પણ યુગનાં કારણ હોવાથી રોગ કહી શકાય છે. | મુક્તિના વિષયની સાથે સીધી રીતે સંબધ ધરાવનાર દુનિયામાં એક માત્ર અધ્યાત્મશાસ્ત્ર છે. મુક્તિનાં સાધને સંપાદન કરવાને રસ્તે બતાવ અને વચમાં આવતી નડતર તરફ સાવચેતી આપવી એ જ અધ્યાત્મશાસ્ત્રને પ્રતિપાદ્ય વિષય છે. પૂર્વનાં બંધાયેલાં કર્મો ક્ષીણું કરવાં અને નવાં આવતાં કર્મોને અટકાવવાં એ બે જ માત્ર મોક્ષના ઉપાયો છે. એમાં પહેલાં ઉપાયને “નિર્જરા” અને બીજા ઉપાયને “સંવર” નામ આપેલું પાછળ જોઈ ગયા છીએ. આ બન્ને ઉપાયોને સિદ્ધ કરવા
૧. આઠ દૃષ્ટિઓને વિષય, હરિભદ્રસૂરિત “ગદષ્ટિસમુચ્ચય” અને ચશેવિજયજી ઉપાધ્યાયક્ત “કાત્રિરાદ્ધાત્રિશિકા” વગેરે ગ્રન્થોમાં છે. યોગનું વર્ણન હેમચન્દ્રાચાય” કૃત “યોગશાસ્ત્ર” “શુભચન્દ્રાચાર્ય' t “જ્ઞાનાર્ણવ” વગેરે શેમાં છે. પાતંજલ યુગની સાથે જેનગની વિવેચના યશવિજય ઉપાધ્યાય દ્વાર્વિશતાબ્રિશિકા "માં છે. આ બધા ગ્રન્થ છપાઈ બહાર પડેલા છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com