________________
: ૧૨૩: હેય તેટલાં વન લઈ શકાય છે. દૃષ્ટિની શુદ્ધિ એ આ વ્રતની પૂર્વ ભૂમિકારૂપ ગણાય છે, જેને જેનશાસ્ત્રમાં “સમ્યક્ત્વ” એવું નામ અપાયલું છે. સમ્યકત્વ,
સમ્યકત શબ્દને સામાન્ય અર્થ સમ્યફપણું-સારાપણું અર્થાત નિર્મલપણું થાય છે; પરંતુ એને શાસ્ત્રોક્ત વિશેષ અર્થ સમજવાની જરૂર છે.
તરાર્થદાનં રાજન” અર્થાત યથાર્થ સ્વરૂપે છવાછવાદિ તત્વો પર પ્રતીતિ થવી એનું નામ સમ્યગદર્શન છે. સમ્યમૂદશન એ સમ્યક્ત્વનું નામાન્તર છે. ગૃહસ્થને માટે સમ્યક્ત્વનું વિશેષ લક્ષણ પણ બતાવવામાં આવ્યું છે કે –
" या देवे देवताबुद्धिर्गुरौ च गुरुतामतिः ।
धर्मे च धर्मधीः शुद्धा सम्यक्त्वमिदमुच्यते ॥" અર્થાત–દેવની અંદર દેવબુદ્ધિ, ગુરુમાં ગુબુદ્ધિ અને ધર્મ ઉપર ધર્મબુદ્ધિ-શુદ્ધ પ્રકારની હોવી એ સમ્યકત્વ છે. અહીં દેવ-ગુરુ-ધર્મ તો લગાર યાદ કરી જઇએ. દેવતત્વ.
દેવ કહે કે ઇશ્વર કહે, એક જ વાત છે. ઈશ્વરનું લક્ષણ પહેલાં બતાવી દીધું છે. છતાં વિશેષ પ્રકારે,
" सर्वज्ञो जितरागादिदोषस्त्रैलोक्यपूजितः।
यथास्थितार्थवादी च देवोर्हन् परमेश्वर :॥" આ લેકમાંથી સ્પષ્ટ થાય છે કે – સર્વજ્ઞ, રાગ-દ્વેષ આદિ સમગ્ર દેથી નિમુક્ત, ત્રણ લેકથી ૧ “તત્વાર્થાધિગમ ” સૂત્રનું પ્રારંભનું બીજું સૂત્ર. ૨-૩ યોગશાસ્ત્ર, હેમચન્દ્રાચાર્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com