________________
: ૧૧૯ :
આ ઉપરથી “નિરપરાધી ત્રસ જીવને સંકલ્પથી (શુદ્ધિપૂર્વક જાણી જોઈને) ન હણવા” એ પ્રથમ વ્રતને નિષ્કર્ષ છે.
આ વ્રતમાં સ્થાવર જીવોની હિંસાને અટકાવ નહિ હોવા છતાં પણ બનતાં સુધી તેની વ્યર્થ હિંસા ન થાય, એ તરફ બહુ ખ્યાલ રાખવાને છે. એ સિવાય અપરાધીના સંબંધમાં પણ વિચારષ્ટિ રાખવાની છે. વર્ષ સાપ-વિંછીના કરડવાથી તેને અપરાધી સમજ અને તેને મારવાની ચેષ્ટા કરવી એ ઘણું ગેરવ્યાજબી છે. હૃદયમાં દયાની લાગણી પૂરી રહેવી જોઈએ અને સર્વત્ર વિવેકદૃષ્ટિથી લાભ–અલાભના વિચારપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ, એ જ હરજીવનને શૃંગાર છે.
સ્થૂલ મૃષાવાદવિરમણ. સન્મ પણ અસત્ય નહિ બોલવાની ટેક નહિ રાખનાર ગૃહસ્થો માટે સ્થૂલ (મોટાં) અસત્યને ત્યાગ કરે એ બીજું વ્રત છે. વર-કન્યાદિના સંબંધમાં, જાનવરના સંબંધમાં, ઘરમકાન-સંબંધમાં અને એવાં જ મોટાં અસત્ય નહિ બોલવાનું તેમજ પારકી થાપણ નહિ ઓળવવાનું, ખેટી સાક્ષી નહિ પૂરવાનું અને બેટા લેખ નહિ કરવાનું આ વ્રત છે.
સ્થૂલ અદત્તાદાનવિરમણ. સર્વથા સમ પણ ચેરી નહિ કરવાનો નિયમ નહિ પાળી શકનાર ગૃહસ્થ માટે સ્થૂલ ચેરીને ત્યાગ આ વ્રતમાં આવે છે. એરી લેવાની બુદ્ધિએ બીજની ચીજ ઉઠાવાય તેચોરી છે. તેને આ વ્રતમાં ત્યાગ છે. ખાતર પાડવું, તાળું તેડી લઈ જવું, ગાંઠ કાપવી, દાણચોરી કરવી, ઓછું દેવું વધારે લેવું, તેમજ १ " पङ्गुकुष्ठिकुणित्वादि दृष्ट्या हिंसाफलं सुधीः। निरागस्त्रसजन्तूनां हिंसां सङ्कल्पतस्त्यजेत् " ॥
- આચાર્ય હેમચંદ્ર શાસ્ત્ર, २ “कन्यागोभूम्यलीकानि न्यासापहरणं तथा। कूटसाक्ष्यं च पश्चेति स्थूलासत्यान्यकीर्तयन् " ॥
– હેમચંદ્ર, ગદાચ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com