________________
: ૧૨: ધાને સંચાર થાય છે, અને એ રસ્તે ક્રમશઃ વીતરાગ થઈ શકાય છે. સહુ કોઈ સમજી શકે છે કે એક રૂપવતી રમણુને વિચિત્ર દષ્ટિએ જેવાથી કામની ઉત્પત્તિ થાય છે, પુત્રને જોવાથી કે મિત્રને મળવાથી સ્નેહની જાગૃતિ થાય છે અને એક પ્રસન્નાત્મા મુનિનું દર્શન કરવાથી હૃદયમાં શાતિને આહાદ અનુભવાય છે. સજજનની સંગતથી સારા અને દુર્જનની સંગતથી ખરાબ થવાય. “સબત તેવી અસર.” વીતરાગ દેવની સેબત–તેનું દર્શન, સ્તવન, પૂજન કે સ્મરણ કરવું એ છે. એથી આત્મામાં એવી અસર ઉત્પન્ન થાય છે કે રાગ-દ્વેષની વૃત્તિઓ સ્વતઃ ઓછી થવા પામે છે. આ ઈશ્વરપૂજનનું મુખ્ય ફળ છે.
પૂજ્ય પરમાત્મા પૂજકના તરફથી કાંઈ આકાંક્ષા રાખતા નથી. પૂજ્ય પરમાત્માને પૂજકના તરફથી કોઈ ઉપકાર થતું નથી. પૂજય પરમાત્માને પૂજકની પાસેથી કંઈ જોઈતું નથી. પરંતુ પૂજક પિતાના આત્માના ઉપકાર અથે પૂજ્યની પૂજા કરે છે અને પરમાત્માના આલંબનથી–તે તરફની એકાગ્ર ભાવનાના બલથી–પૂજક પિતાનું ફલ મેળવી શકે છે.
અગ્નિની પાસે જનાર મનુષ્ય, જેમ, ટાઢ ઉડવાનું ફળ સ્વતઃ મેળવે છે, પરંતુ અનિ કોઈને તે ફળ લેવા બોલાવતી નથી, તેમજ તે પ્રસન્ન થઈને કાઈને તે ફળ દેતી નથી, એ પ્રમાણે વીતરાગ પરમેશ્વરની ઉપાસના કરવાથી રાગાદિ દેષરૂપે ટાઢ સ્વતઃ પલાયન કરી જાય છે અને ચૈતન્ય વિકાસનું મહત ફળ મેળવાય છે. આવી રીતની ફલપ્રાપ્તિમાં ઈશ્વરને પ્રસન્ન થયાનું માનવું એ જૈનશાસ્ત્રને સમ્મત નથી.
વેશ્યાને સંગ કરનાર મનુષ્ય દુર્ગતિને પાત્ર થાય છે, એ ખરી વાત છે; પણ એ દુર્ગતિ આપનાર કોણ? એ વિચારવા જેવું છે. વેસ્યાને દુર્ગતિ આપનાર માનવી એ બ્રાતિ છે, કારણ કે એક તે વસ્યાને દુર્ગતિની ખબર નથી, અને એ સિવાય કેઈ, કેઇને, દુર્ગતિએ લઈ જવા સમર્થ નથી. ત્યારે દુર્ગતિએ લઈ જનાર માત્ર ચિત્તની સલિનતા સિવાય બીજું કોઈ નથી, એ બેધડક ગળે ઊતરે એવી હકીકત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com