________________
: ૧૫ ::
છે તેમ લેકના અગ્રભાગથી આગળ ગતિ કરવામાં મદદગાર એ ધર્માઅસ્તિકાય પદાર્થ નથી.
આ ઉપર્યુક્ત મુક્ત અવસ્થામાં સર્વે કર્મોની ઉપાધિઓ છુટી જવાને લીધે શરીર, ઈન્દ્રિય અને મનને સર્વથા અભાવ થવાથી જે અનિર્વાય સુખ મુક્ત આત્માઓ અનુભવે છે, તે સુખની આગળ સમગ્ર ત્રિલોકીને આનંદ બિન્દુમાત્ર છે. ઘણાએ શંકા કરે છે કે-મોક્ષમાં શરીર નથી, વાડી, લાડી, ગાડી નથી, તે ત્યાં સુખ શું હેઇ શકે? પરતુ ધ્યાનમાં રાખવું જોઈએ કે શરીર, સુખની સાથે દુઃખનું પણ સાધન છે. માલમિષ્ટાન ઉડાવવામાં જે મજા પડે છે, તેનું કારણ માત્ર ભૂખની પીડા છે. પેટ ભરાઈ ગયેલું હોય તે અમૃતસમાન ભજન પણ ગમતું નથી. ટાઢની પીડા દૂર કરવા જે વસ્ત્ર પહેરવામાં આવે છે, તે જ વસ્ત્રો, ગરમીના તાપ વખતે પહેરવાં ગમતાં નથી. બહુ બેસવાવાળાને ચાલવાનું મન થાય છે અને બહુ ચાલવાવાળાને બેસવાનું–આરામ હોવાનું મન થાય છે. કામભોગ, શરૂઆતમાં જે અનુકૂલ ભાસે છે, અન્તમાં તે જ પ્રતિકૂલ લાગે છે. આ બધી અસ્થિરતા શું સુખમય છે? જે, સુખનાં સાધને સમજાય છે, તે, માત્ર દુઃખને શમાવવા સિવાય કંઈ નવું સુખ ઉત્પન્ન કરનાર નથી. પાકેલું ગુમડું જ્યારે ફૂટી જાય છે -ત્યારે “હા...શ” કરીને જે સુખ અનુભવાય છે, તે યથાર્થમાં સત્ય છે? નહિ. માત્ર તે વેદનાની શક્તિ છે. જે તે સુખ સાચું હોય, તે જેને ગુમડું થયું નથી, તેને તે સુખાહાદ કાં નથી થતું? વિષયસેવનથી દુઃખની શાનિત જે અનુભવાય છે, તે કપિત, ક્ષણિક, સંતા૫મિશ્રિત અને પરિણામે વિરસ છે.
જે સ્વાર મેળવવા માટે ખાવું, પીવું, હરવું, ફરવું વગેરે સંસારવર્તી છ કરે છે, તે સ્વારી કરતાં અનન્તગણું સ્વાસ્થ સિદ્ધ આત્માઓને કર્મ ક્ષયથી સ્વતઃ પ્રાપ્ત થાય છે. કમબધે તમામ છૂટી જવાથી વિમલ ચેતન મુક્ત આત્મા પરમસ્વાતંત્ર્ય સંભૂત અનન્ત આનન્દી દશા -અનુભવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com