________________
: ૧૦૨ :
મેહની ચકર્મ મેહ ઉપજાવનાર છે. સ્ત્રી ઉપર મેહ, પુત્ર ઉપર મેંહ, મિત્ર ઉપર મેહ, સારી સારી ચીજે ઉપર મેહ; એ બધું મોતનીય કમનું પરિણામ છે. મેહમાં અંધ બનેલાઓને કર્તવ્ય કે અકર્તવ્યનું ભાન રહેતું નથી. દારૂ પીધેલ માણસ, જેમ વસ્તુને વસ્તુસ્થિતિએ સમજી શકતા નથી, તેમ મેહની ગાઢ અવસ્થામાં મૂકાયેલ પ્રાણ તત્ત્વને એના સાચા સ્વરૂપમાં સમજાતું નથી અને વિપરીત બુદ્ધિમાં ગોથા માર્યા કરે છે. મોહની લીલાનાં ઉદાહરણથી સંસાર ભર્યો પડે છે. આઠે કર્મોમાં આ કર્મ આત્મસ્વરૂપની ખરાબી કરવામાં આગેવાનીભર્યો ભાગ ભજવે છે. આ કર્મના બે ભેદે છે–તરદષ્ટિને અટકાવનારું “દર્શનમેહનીય” અને ચારિત્રને અટકાવનારું “ચારિત્રમેહનીય છે.
આયુષ્યકર્મના ચાર ભેદે છે–દેવતાનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય, તિર્યંચનું આયુષ્ય અને નરકનું આયુષ્ય. જેમ પગમાં બેડી હોય ત્યાં સુધી માણસ છૂટી શકતા નથી, તેવી રીતે મનુષ્ય, તિર્યચ, દેવતા અને નારક એ ચારે ગતિએના છે, આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી ત્યાંથી છૂટી શક્તા નથી.
નામકર્મના અનેક ભેદ-પ્રભેદે છે; પરંતુ ટૂંકમાં સારું યા ખરાબ શરીર, સારૂં યા ખરાબ રૂપ, યશ યા અપયશ, સૌભાગ્ય યા દુર્ભાગ્ય, સુસ્વર યા દુઃસ્વર વગેરે અનેક બાબતે આ કર્મ ઉપર આધાર રાખે છે. જેમ ચિતારે સારાં યા ખરાબ ચિત્ર બનાવે છે, તેવી રીતે પ્રાણીઓના વિવિધ દેહાકાર, રૂપાકારે, રચનાકારોનું નિર્માણ કરનાર આ કર્મ છે. - ગોત્રકમના બે ભેદ છે-ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. ઊંચા ગેત્રમાં કે નીચા ગેત્રમાં જન્મ થવો એ આ કર્મને પ્રભાવ છે. જ્ઞાતિબંધનને તરછોડનારા દેશમાં પણ ઊંચ-નીચને વ્યવહાર છે.
અન્તરાયકર્મનું કામ વિદ્ધ નાંખવાનું છે. ધનાઢ્ય હેય, ધર્મને જાણકાર હેય, છતાં દાન ન આપી શકે, એ આ કમનું ફલ છે. વૈરાગ કે ત્યાગવૃત્તિ ન હોવા છતાં ધનને ભોગ ન કરી શકાય, એ આ કર્મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com