________________
અત્રિ, મહિના, વર્ષ એ બધા જે કાલના વિભાગે પડ્યા છે, તે અભૂત સણને બુદ્ધિમાં એકત્રિત કરીને પાડવામાં આવ્યા છે, માટે એક ક્ષણ માત્ર કાળમાં પ્રદેશની કલ્પના હોઈ શકે નહિ.
ઉપર બતાવેલા પાંચ અસ્તિકા અને કાલ એ જૈનદર્શનનાં માનેલાં (છ) દ્રવ્ય છે.
પુણ્ય-પાપ સારાં કર્મો “પુણ્ય” અને ખરાબ કર્મો “પાપ” કહેવાય છે. સમ્પત્તિ, આરોગ્ય, રૂપ, કીર્તિ, પુત્ર, સ્ત્રી, દીર્ઘ આયુષ્ય વગેરે સુખનાં સાધને, જે કર્મોથી પ્રાપ્ત થાય છે, તે શુભ કર્મોને “પુણ્ય” કહેવામાં આવે છે અને એથી વિપરીત-દુઃખની સામગ્રી ખડી કરી દેનાર-કર્મ “પાપ” કહેવાય છે.
જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અન્તરાય એ આઠ પ્રકારનાં કર્મ આગળ કહેવાશે. તેમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય એ ચાર કર્મ અશુભ હોવાથી પાપકર્મ છે; કારણ કે જ્ઞાનાવરણ જ્ઞાનશક્તિને દબાવનાર છે, દર્શનાવરણ દર્શનશક્તિને આચ્છાદ્ધ કરનાર છે, મેહનીય કર્મ મેહને ઉપજાવનાર છે, એટલે આ કર્મ સંયમમાં અટકાયત કરનાર છે તથા તત્વશ્રદ્ધાનમાં બાધ નાંખનાર છે અને અન્તરાય કર્મ ઇષ્ટની પ્રાપ્તિમાં વિધ નાંખનાર છે. આ ચાર કર્મો સિવાય શુભ અને અશુભ એ બે પ્રકારના નામકર્મની અંદરની અશુભ પ્રકૃતિઓ, આયુષ્ય કર્મમાં નારકઆયુષ્ય, ગોત્ર કર્મમાંની નીચત્ર પ્રકૃતિ અને વેદનીય કર્મમાં અસાતવેદનીય પ્રકાર એટલા કર્મના ભેદે અશુભ હેવાથી પાપકર્મ છે. વેદનીયકર્મને સાતવેદનીય ભેદ, શુભ નામની પ્રકૃતિ, ઊંચું ગોત્ર અને દેવઆયુષ્ય, -મનુષ્યઆયુષ્ય તથા તિર્યચઆયુષ્ય એટલાં એટલાં કર્મો પુણ્યકર્મ છે.
આસવ, આત્માની સાથે કર્મને સંબન્ધ થવાનાં કારણોને “આસવ' નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com