________________
આ સ્થળે ધર્મ અને અધર્મ એ બે પદાર્થો પુણ્ય-પાપરૂ૫ સમજવાના નથી; કિન્તુ એ નામના બે પદાર્થો, આખા લેકમાં આકાશની પેઠે વ્યાપક અને અરૂપી છે. આ બે પદાર્થોને ઉલેખ કઈ પણ
નેતર દર્શનમાં નથી. પણ જૈન શાસ્ત્રોમાં એ વિષે વિસ્તૃત પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જેમ આકાશને અવકાશ દેનાર તરીકે સર્વ વિદ્વાને માને છે, તેમ આ બે પદાર્થો પણ ઉપયોગી બતાવવામાં આવ્યા છે. ધર્મ.
ગમન કરતા પ્રાણિઓ અને ગતિ કરતી જડ વસ્તુઓને સહાયતા કરનાર “ધર્મ” પદાર્થ છે. પાણીમાં ફરતાં માછલાંઓને મદદ કરનાર જેમ પાણી છે, તેમ જડ અને જીવની ગતિ થવામાં પણ નિમિત્તકારણ માનવું એ ન્યાયસંગત છે, અને એ નિમિત્તકારણ “ધર્મ' છે. અવકાશ મેળવવામાં આકાશને સહાયભૂત માનવામાં આવે છે, તેવી રીતે ગતિ કરવામાં પણ સહાયભૂત તરીકે “ધર્મ” નામક પદાર્થ માનવામાં આવે છે. અધર્મ.
અધર્મ” પદાર્થને ઉપયોગ, સ્થિતિ કરતા જડ અને જીવને સહાયક થવું, એ છે. ગતિ કરવામાં સહાયક જેમ ધર્મ છે, તેમ સ્થિતિ થવામાં પણ સહાયક કે પદાર્થ હોવો જોઈએ. એ ન્યાયથી “અધર્મ” પદાર્થ સિદ્ધ થાય છે. વૃક્ષની છાયા જેમ, સ્થિતિ કરવામાં નિમિત્ત બને છે, તેમ જડ અને જેની સ્થિતિમાં “અધર્મ” પદાર્થ નિમિત્ત છે.
હાલવું-ચાલવું અને સ્થિત થવું, એમાં સ્વતંત્ર કર્તા તે જીવ અને જડ પદાર્થો પોતે જ છે. પિતાના જ વ્યાપારથી તેઓ હાલે–ચાલે છે અને સ્થિત થાય છે; પરંતુ એમાં મદદગાર તરીકે કોઈ અન્ય શક્તિની અપેક્ષા અવશ્ય હોવી જોઈએ, એમ માનવા સુધી તે વર્તમાન વૈજ્ઞાનિકે પણ આવ્યા છે, જ્યારે જૈનશાસ્ત્રકારો એ સંબંધમાં ધર્મ અને અધર્મ એવા બે પદાર્થો માને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com