SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કાળાપહાડની કર્મકથા ૮૭ ર્મના રાજા નથી.' મારાં એ વચનો સાંભળતાં જ સૂબેદારની દષ્ટિ વધારે વક્ર થઈ ગઈ અને તેણે ભૂ ચઢાવીને પિકાર કર્યો કે, “સાંભળ, કાફિર! કાજીએ તને જે દંડ દીધું છે, તે તારા માટે પૂરતો નથી. જે મનુષ્ય મુસલ્માનોની સત્તાનો અને મહમૂદી ધર્મનો વિરોધી હોય છે, તેના માટે કારાગૃહ જ ઉચિત સ્થાન છે. બાદશાહને એવો વિચાર જાણીને મેં મારી નિર્દોષતા જણાવીને બહુ જ વિનતિ કરી, પણ નિષ્ફળ. કાજીનો સંબંધી સૂબેદારના કે પાગ્નિમાં ઘી હોમવા લાગ્યો અને ન્યાય મળવાને બદલે મને કારાગૃહવાસ મ.” કાળા પહાડે કરુણાનું દર્શન કરાવ્યું. “એટલો બધો અત્યાચાર! ન્યાય માટે પ્રાર્થના કરવાના અપરાધથી તને કારાગૃહમાં નાખવામાં આવ્યો? શિવ ! શિવ ! કલિયુગનો કેવો ભયંકર પ્રભાવ! એના કરતાં તો રાક્ષસરાજ રાવણને અત્યાચાર વધારે ઉત્તમ હતો! હે પરમાત્મન ! તે જાણી જોઈને રાજ્યશાસનનાં સૂત્રે આ મુસહ્માનોના હાથમાં શા માટે આપ્યાં હશે ?” ન્યાયરને કહ્યું. ગુરુદેવ! એ અત્યાચારી યવનોના અત્યાચારથી કારાગ્રહવાસી બનીને એક અંધકારાવૃત એરડામાં હું ત્રણ દિવસ સુધી અન્ન જળ લીધા વિના સબડત પડ્યો રહ્યો અને મનમાં તે સર્વશક્તિમાન અને સર્વભયહારી પરમેશ્વરનું આવાહન કરતો રહ્યો. પરંતુ મારે કરુણારવ પરમેશ્વરના કર્ણપર્યન્ત પહોંચી શકી નહિ. ત્રણ દિવસ સૂધી મુસલમાન સિપાહીઓ મારા માટે ભેજને લાવતા રહ્યા, પણ હું બ્રાહ્મણ હોવાથી મેં યવનોના ભેજનનો સ્વીકાર કર્યો નહિ. ચોથે દિવસે બળાત્કારે તેમણે મારી જાતિને ભ્રષ્ટ કરવાનો પણ ઉઘોગ કર્યો–પરંતુ ઈશ્વરની કૃપાથી તે દિવસે પણ હું બચી ગયો.” કાળાપહાડે ઘણું જ શોકાતુર મુદ્રાથી એ વર્ણન કરી સંભળાવ્યું. વત્સ! ધાર્મિકાની રક્ષા ધર્મ જ કરે છે. પરંતુ કવચિત એથી વિરુદ્ધ ઘટના થતી જોવામાં આવે છે, તે દુર્ભાગ્યનું પરિણામ જ કહી શકાય.” ન્યાયરને વિચાર દર્શાવ્યો. ત્યાર પછી આ દુર્ભાગીનું અધઃપતન કેવી રીતે થયું, તે સાંભળે. જે કારાગૃહમાં મને કેદ કરવામાં આવ્યો હતો, તેના પડેસમાં જ એક પુષ્પવાટિકા શોભી રહી હતી અને એ પુષ્પવાટિકાના મધ્યભાગમાં એક સુન્દર મહાલય પણ બાંધેલો હતો. એ મહાલયમાં એક દયામયી નારીને નિવાસ હતે.” “તે નારી કોણ હતી? કદાચિત બાદશાહની બેગમ હશે, કેમ નહિ? ન્યાયરને સેનાપતિને વચમાં જ બોલતે અટકાવીને ઉત્સુકતાથી એ પ્રશ્ન કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy