SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય અવા અને મેટાં મેટાં પુષ્પાથી શય્યામાં ઉષા નામ વાંચી શકાય, અક્ષરા આલેખેલા હતા. એ રચનાનું પ્રથમ દર્શન કરતાં જ તેના હૃદયમાંથી વિદ્યુત્ પસાર થઈ પ્રયાણ કરી ગઈ. ઘેાડીવાર પછી શાન્ત ભાવથી “ ઉષાએ આ મનેાહર રચના કરી હશે કે પ્રભાવતીએ ?” એના તે વિચાર કરવા લાગ્યા. અંતે તે શય્યાના એક ખૂણામાં બેસી ગયા અને પુષ્પાથી આલેખેલા ઉષા નામને વ્યક્ત કરતા અક્ષરને તેણે પ્રેમપૂર્વક ચુંબન કર્યું. એક સ્થળે પ્રભાત નામના પણ સૂક્ષ્મતાથી પુષ્પાક્ષરે ઉલ્લેખ કરેલા હતા. પ્રભાતના આશ્ચર્યના પાર ન રહ્યો. મનુષ્યને પેાતાના પ્રિય પાત્રની પ્રાપ્તિ થાય, એથી વધારે આનંદદાયક ખીને કાઈપણ વિષય તેના માટે હેાતેા નથી! પ્રભાત, ઉષાના અપરિચિત હૃદયના ભાવને જાણવા માટે કેટલા બધા વ્યગ્ર અને ચિંતાતુર બની ગયા હતા, એ તો વાચકા જાણે છે જ. હવે તેના ભાવ વ્યક્ત થઈ જવાથી આનન્દાતિશયે તેને અધીર બનાવી દીધા. તે સુમનશય્યામાં જાગૃત છતાં પણ સ્વમ બેવા લાગ્યા. તેનું સ્વમ–મનેારાજ્ય આ પ્રમાણેનું હતુંઃ—જાણે તે પાતે એક નિર્જન પ્રેમકુંજમાં બેસી પેાતાના હૃદયરૂપ સિંહાસનને સ્વર્ગની સુકામળ મન્દાર–માળાઓથી શૃંગારીને ઉષાના આગમનની માર્ગપ્રતીક્ષા કરતા ખેઠા છે. એટલામાં ઉષા આવીન તે સિંહાસનમાં બેસી ગઈ અને તેના કરતાં પણ વિશેષ કામલતા ધરાવનારા પેાતાના હૃદયરૂપ સિંહાસનને સજાવીને પ્રભાતને પ્રાર્થના કરવા લાગી કે, “પધારા, પ્રભાત! આપણુ બન્ને મળીને આ નવીન આસનને સુશાભિત કરીએ. આ સંસારમાં હું તમારી છું અને તમે મારા છે. મને વિસારી ન મૂકશેા. આવે, આપણે ઉભય પ્રાણાનું એકીકરણ કરીને, તેમને પ્રણયસૂત્રથી બાંધી મૂકીએ.” કાઈ પણ રીતે સન્દેહનું નિરસન થયું નહિ. પુનઃ ઉષા પ્રભાતની દૃષ્ટિએ પડી નહિ અને ઉષાએ પણ આવીને પ્રભાતને કાઈ વાત પૂછી નહિ. પ્રભાતની પ્રેમપિપાસા વધારે ને વધારે વધવા લાગી, ત્રીજે દિવસે જગન્નાથના પ્રધાન પડ્યો–પ્રભાવતીના પિતા, અને ઉષાના આશ્રયદાતા હુલાયુધ મિશ્ર જહાજપુરથી પાછા આવ્યા અને તેણે પુરીમાં ધેાષણા કરાવી દીધી કે, “ ‘ મુસભ્ભાના રણસંગ્રામમાટે સજ્જ થઇને એરીસા તરફ આવવાને બંગાળામાંથી રવાના થઈ ચૂક્યા છે.” આરીસાના સમસ્ત ભાગેામાં રણવાદ્યના ધ્વનિ કહુંગાચર થવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy