________________
સ્વમ
પરીનિવાસી જેને પ્રભાતને ત્યાં આવીને એકત્ર થયા હતા, પરંતુ તેમની સાથે વાર્તાલાપ કરવાની પ્રભાતને ઈચ્છા થઈ નહિ. તેણે કહ્યું કે, “આજે મારી પ્રકૃતિ કાંઈક અસ્વસ્થ છે. એ વાક્ય સાંભળીને તેઓ હૃદયમાં દુઃખી થઈને ત્યાંથી ચાલ્યા ગયા.
પ્રતિદિન સંધ્યાકાળે ચકધર મિશ્ર જગન્નાથના મંદિરમાં જતો હતો અને સંધ્યા સમયની આત્તિ સમાપ્ત કરીને ત્યાંથી પાછો ચાલ્યો આવતો હતો. આજે કાઈ વિશેષ કાર્યના કારણથી તેના આગમનમાં વિલંબ થયો. એક પ્રહર રાત્રિ વીત્યા પછી તે ઘેર આવ્યા અને આવતાં જ તેણે પ્રભાતની મુલાકાત લીધી. પ્રભાત પણ તેના આવવાની વાટ જોતો જ બેઠા હતા. તેના આવતાં જ પ્રભાત શામાંથી ઊઠીને બેઠે થયો અને થોડીવાર અહીંતહીંની બીજી વાતો કરીને પછી કહેવા લાગ્યો કે, “આજે બપોરે જે બાળાવિશે આપે કેટલીક વાતો કરી હતી, તે બાળાનું શુભ નામ આપ જાણો છો કે ?”
ચક્રધર મિત્રે સ્મિતયુક્ત ઉત્તર આપ્યું કે, “મારા બનેવીના ઘરમાં રહેતી હોય અને હું નામ ન જાણું, એ બને જ કેમ? અમારે ત્યાં પણ એ વારંવાર આવ્યા કરે છે. એનું નામ ઉષા છે. અમે બધા એને - ઘણા જ ચાહીએ છીએ.”
“ઉષા-વાહ કેવું સુંદર નામ છે. જેવું રૂપ સુંદર છે, તેવું જ નામ પણ સુંદર છે. ઠીક, પણ એ પિતાના દૂર દેશમાંથી અહીં આવી શા કારણથી ? શું, એનાં માતાપિતા કેાઈ નથી? એ કુટુંબહીન છે?” પ્રભાતે પ્રશંસા કરીને પૂછ્યું.
“મારા જાણવા પ્રમાણે એનાં માતાપિતા નથી. તમારું નિવાસસ્થાન પણ નવદ્વીપ જ છે, માટે તમે કદાચિત એને ઓળખતા હશે. નવદ્વીપમાં એક મહાન પંડિત હતો અને તે સાંભળવા પ્રમાણે એ બાળાને માતામહ થતો હતો.” ચક્રધરે કેટલાક ખુલાસો કર્યો.
ઉષાને કોઈ પંડિતની દૌહિત્રી જાણુને પ્રભાતના હૃદયમાં અવર્ણનીય હર્ષને ભાવ વ્યાપી ગયો. તે મહા આનંદસહિત બોલ્યો કે, “શું, ત્યારે ઉષા ખરેખર કેાઈ બ્રાહ્મણની કન્યા છે ? એક કુલીન બાળા આશ્રયહીન થઈને અહીં કેવી રીતે આવી વાર?”
ઉષાનું દુર્ભાગ્ય પ્રબળ છે. એનાં માતાપિતા એને સાથે લઈને જગન્નાથની યાત્રાએ આવ્યાં હતાં. તીર્થયાત્રા કરી પાછાં વળતી વેળાએ કોણ જાણે ક્યા પાપની પ્રબળતાથી ભુવનેશ્વર પાસે લુટારાઓએ યાત્રાજીઓના પડાવપર હલે કર્યો અને તેમને બધે માલ લૂંટી લીધો. એ લૂટફાટની ગડબડ અને નહાસભાગમાં ઉષા પિતાનાં માતાપિતાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com