SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ દર-યુદ્ધવિચાર ૪૭ “શાહજી! ગભરાશે નહિ. એ વખતે પણ જલ્દી જ આવશે.” સુલયમાને મૂછપર તાવ આપીને કહ્યું. “ખયર-સાંભળો દિલીના બાદશાહ સાથે દોસ્તી રાખીને જ હુકૂમત કરવાને પ્રથમથી જ મારો ઇરાદો હતો. પણ હવે એમ જણાય છે કે, એ દસ્તી લાંબે વખત ટકી શકવાની નથી. એનું કારણ એ છે કે, બાદશાહ કેટલીક રીતે મને પિોતાનો માતહત સમજે છે.” એ તેમની ઘણી જ મોટી ભૂલ છે.” ફરીદશાહે પણ નવ્યાબની દિશામાં જ વિચારવા માંડ્યું. “હુજૂરે પોતાના બળથી જ બંગાળાનું રાજ્ય હસ્તગત કરેલું છે. માટે આ સલ્તનત પર તેમનો જરા જેટલે પણું હક હોઈ શકે નહિ.” “તેમનો હક નથી, એટલા માટે જ હું પોકાર કરું છું.” સુલયમાન ગર્વમાં આગળ વધ્યો. “જે દિલ્હી જઈને બાદશાહની ખુશામદ કરી હતી અને સનદ મેળવીને હું બંગાળાના તખ્ત પર બેઠે હેત, તે તો જાણે હું પિતાને બાદશાહને માતહત માનત. પણ ખયર એ વાતોને જવા ઘો, જેને જેમ ગમે તેને તેમ સમજવા ઘો. મારો તો એ જ નિશ્ચય છે કે, બંગાળા તે પઠાણ બાદશાહોનો સ્વતંત્ર દેશ છે–આ સત-નતમાં પઠાણોની હુકુમત બલવતી છે. જો કોઈ તાકત અથવા ચાલાકીથી આપણી હુકૂમતને નેસ્ત અને નાબૂદ કરવાની ઈચ્છા રાખશે, તે હું ખાત્રીથી કહું છું કે, બહુ જ વહેલી લડાઈની આગ ભભૂકી ઊઠશે. કેમ તમે શું ધારો છો?” હિં પણ હમેશ એ બાબત વિશે જ વિચાર કર્યા કરું છું. મારા દેખતાં ઘણું પઠાણ બાદશાહે બંગાળાના આ તખ્ત પર બેસી ગયા, પણ તેમાંના કેઈએ પણ જાહેર રીતે પોતાનું માથું નીચું નમાવ્યું નથી.] હુરે પણ પોતાના બુજર્ગોની રીતિનું જ અનુકરણ કર્યું છે. આવી વાતને ફયસલ કરવાની તાકત મારામાં નથી.” ફરીદશાહે નિયમ પ્રમાણે સૂબેદારના વિચારની પ્રશંસા કરી. જે કઈ ભૂલભરેલું કે નાલાયક કામ મારા હાથે થતું હોય, તે તે ન થવા દેવાની કોશિશ તમારે કરવી જ જોઈએ. જેવી રીતે બંગાળાના બીજા બાદશાહને માથું નમાવતાં તમે જોયા નથી, તેવી જ રીતે ખાન્દાને કાવાનીના સુલયમાનને પણ કોઈ કાળે નમતો જોશો નહિ અને માથું નમાવવાની અગત્ય પણું શી છે? શું દિલ્લીના બાદશાહથી બંગાળાના બાદશાહની પદવી કઈ રીતે ઉતરતી છે ? શું બંગાળાના શાહને ખજાનો જરથી ભરપૂર નથી ? શું બંગાળાની ફૌજના સિપાહીઓએ પોતાની તલવાર કમજોર હાથમાં પકડેલી છે?” સૂબેદારે આત્મશ્લાઘા કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy