SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ નજીરુજસા કપમાં પ્રબળ થએલે હોય, પણ જે વેળાએ તે કોઈ સુંદર કામિનીના કટાક્ષ અને હાસ્યનું દર્શન કરે છે, કે, તે જ પળે તેના દુઃખને અને કેપનો એકાએક ન જાણી શકાય તેવી રીતે લેપ થઈ જાય છે. એ સર્વમાન્ય સિદ્ધાન્ત છે. નિરંજન એ સિદ્ધાન્તને અપવાદ થઈ ન શકો. તે નવ્વાબને જે કેપની દૃષ્ટિથી જોતે બેઠા હતા, તે કપની દષ્ટિ નજીરનમાં તે રાખી શક્યો નહિ. નરનનાં નમ્ર વચનો સાંભળતાં જ તેની મનભાવનામાં અચાનક વિલક્ષણ પરિવર્તન થઈ ગયું. ચતુર નવાબ તેની મુખચર્યાથી તેના મનોભાવને જાણી ગયો અને તેથી સમય સૂચકતાથી તે બોલ્યો કે; નિરંજન ! જે નજરનને સ્વીકારીશ, તો આ રાજ્ય પણ તારું જ છે, અને નહિ તો ભૂંડે હાલે તારું મરણ થશે. એ ધ્યાનમાં રાખજે.” નજરનનાં નમ્ર વચનો અને નવાબના ભયદર્શક કટાક્ષ નિરંજનના હૃદયમાં જોઈએ તેવું જ પરિણામ નિપજાવ્યું નિરંજને મનમાં વિચાર કર્યો કે, “જે બનવાનું હતું, તે તે બની ગયું છે-મારા ધર્મને નાશ તો થયો અને હું પોતે ભ્રષ્ટ થઈ ગયો છું. હવે જે નરને અસ્વીકાર કરું છું, તે જીવનની આશા પણ નથી અને એને સ્વીકારવાથી વન અને ધન ઉભયનો લાભ થાય છે, ત્યારે અત્યારે તો સમયને અનસરીને વર્તવામાં જ સાર છે.” એવો વિચાર કરીને તેણે નજરનને સંબોધીને કહ્યું કે, “સુન્દરિ ! તારાં નમ્ર વચન અને તારા દૃઢતમ હે મારી સ્વધર્મનિષ્ઠાના મૂલનું ઉચ્છેદન કરી નાંખ્યું છે. સ્ત્રી હત્યા કરતાં ધર્મહત્યાનું પાપ ન્યૂન છે, માટે હું તારી સાથે સદાને માટે સંલગ્ન થવા તત્પર છું. તું જેમ કહે તેમ કરવાને હું ખુશ છું.” નિરંજનનાં એ વચનોના શ્રવણથી જાણે કેઈએ દયમાં અમૃતની ધારા વર્ણવી હોયની ! તે જ નજરનને સંતોષ થયો અને નવ્વાબની મુખમુદ્રામાં પણ આનંદના ચિન્હો દૃષ્ટિગોચર થવા લાગ્યાં. નજીરને માટે તે આજે સુવર્ણના સૂર્યનો ઉદય થયો હોય, તેવું જ થયું. નિરંજન ! તારી અનુમતિથી હું ઘણું જ પ્રસન્ન થયો છું. ખરેખર તારાપર પાક પરવરદિગારની પૂરેપૂરી કૃપા છે કે, જેથી આજે તું અમારા પવિત્ર દીનને કબૂલ કરવા માટે તૈયાર થયા છે. આવતી કાલે જ તને અમારા ધર્મમાં લેવાની ધર્મક્રિયા કરવામાં આવશે અને ત્યાર પછી જીરન– હા તારા હાથમાં સોંપાશે. તને દીનમાં લેવાની ક્રિયાના સમારંભની હું આજે જ તૈયારી કરાવું છું. અત્યારે તો તું અહીં જ આનંદમાં રહે. પણ જોજે નાદાની કરીને નહાવાની કોશીશ કરીશ નહિ. તારાપર સખ્ત ચોકી પહેરો કાયમ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy