________________
૨૧૦
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
સૌભાગ્યહેતુ સ્વામીના સ્વર્ગવાસ થયા છે, તે મારે પણ તેમની પાછળ તેમની સેવા કરવાને જવું જ જોઇએ. મારેા અંતકાળ હવે નિકટ આવી પહોંચ્યા છે; માટે વૈદ્યોને ઔષધાપચારના વ્યર્થ શ્રમ આપશે। નહિ. જડ
ઔષધિથી મારે રાગ સારા થાય, એવા સંભવ નથી. મારા રેગના નિવારણનું ઔષધ માત્ર મરણુ જ છે અને તે જ મને નિરંતરની શાંતિ આપશે. પ્રભાત ! તમારી નવીન પત્ની સાથે સદ્ભાવથી વર્તો અને કાઈ સાથે પણ વિરેાધ કરશે નહિં. તમારા ભાઈએ તમને મરણુસમયે જે ઉપદેશ આપ્યા હતા, તે મેં છૂપાઈને સાંભળ્યેા હતેા. મારા પણ એ જ ઉપદેશ છે. એ ઉપદેશને અનુસરીને વર્તવાથી તમને લાભ જ થશે. માટે તેમ જ કરો. હું વધારે ખેાલી નથી શકતી !”
નજીરનથી વધારે ખેાલી શકાયું નહિ. ધીમે ધીમે તેના શરીરની અને સ્નાયુની ગતિ મંદ થતી ચાલી. તેણે “પા-આ—ણી.” એવા શબ્દના મંદ ઉચ્ચાર કર્યો અને તત્કાળ એક દાસીએ તેને “આણ્યેજમજમ” પાયું. નજીરનની તખીયત ઘણી જ બગડેલી હાવાથી એ પાણી પ્રથમથી જ કાઈ હાજીને ત્યાંથી મંગાવીને તૈયાર રાખવામાં આવ્યું હતું. મક્કામાં તીર્થ તરીકે મનાયલું જમજમનું પાણી, આપણા આર્યોંમાં જેવી રીતે ગંગાજળ પવિત્ર મનાય છે, તેવું જ પવિત્ર ગણાય છે અને તેને મેળવવામાટે હજારા લેાકેા ભગીરથ પ્રયત્ન કરતા હેાવાથી એ પ્રસાદી પુષ્કળ યાત્રાળુ જને! ત્યાંથી પાછા ફરતી વેળાએ ધણા જ ભાવથી અને સંભાળથી પેાતાની સાથે લેતા આવે છે. આમેજમજમ પીતાં જ નજીરનના શરીરમાં એક પ્રકારની શાંતિ થએલી તેવામાં આવી અને એકાદ ટિકા પછી “ખુદા હાજ઼િ” એ વાક્યના ઉચ્ચાર કરીને નજીરને પોતાના પ્રાણ તેના પેદા કરનાર પરવરદિગારને અર્પણ કરી દીધા. તેણે આ અસાર સંસારના ત્યાગ કર્યો–અર્થાત્ નજીરનનું મરણુ નીપજ્યું.
ઘણી જ ધામધૂમથી એ સતી અને સાધ્વી સ્ત્રીના શખને તેના પતિની કબર પાસે જ દનાવવામાં આવ્યું. પ્રભાતનેા એ સમયને શાક અનિવાર્ય હતેા. તેને શાંત કરવાના હેતુથી કાળાપહાડના કારાગૃહમાંના વૃદ્ધ સિપાહી અનેક પ્રકારે તેને સમજાવવા લાગ્યા અને અંતે તેણે ધર્મશાસ્ત્રની નીચે લખેલી પંક્તિઓના ઉચ્ચાર કર્યો;–
" एकः प्रजायते जंतुः, एक एव प्रलीयते । एकोऽनुभुंक्ते सुकृतं, एक एव च दुष्कृतम् ॥ मृतं शरीरमुत्सृज्य, काष्ठलेोष्ठसमं क्षितौ । विमुखा बांधवा यान्ति, धर्मस्तमनुगच्छति ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com