________________
ર૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય - “આપણને કેટલાક મૂજને ગેરબાદુ કહીને ધિક્કારે છે અને આપણને નીચ દૃષ્ટિથી જુએ છે, પણ તેઓ એમ નથી જાણતા કે, તેમની અંતિમ શયા બનાવનારા આપણે છીએ. હજાર હજાર શુકરાના તે તે બારે હકતઆલાના કે, આપણને તેણે આ રોજગાર આપીને હમેશને માટે ગફલતીની ઊંઘથી જાગતા રાખવાની તકલીફ ઉઠાવી છે. ગોરખોદુ, બાદશાહ, કંગાલ કે માલામાલ સર્વને અંતે તે અહીં જ આવવાનું છે. હિન્દુઓ બળીને ખાક થાય છે અને મુસલ્માનો ખાકમાં દટાઈને ખાક બની જાય છે. પરિણામ એક જ છે.” પ્રથમ ઘોરદુએ પોતાના વિચારો દર્શાવ્યા.
તેને અનુમોદન આપતો બીજે ગોરખદ કહેવા લાગ્યું કે, “ભાઈ! તમારું કહેવું બિસ્કુલ ખરું છે. જેઓ અહંકાર કરે છે અને ચાર દિવસની જિન્દગાની માટે હજાર જાતના અસત્ય વ્યવહાર કરે છે, તેમના જે કાઈ પણ મૂર્ખ અને અજ્ઞાની નથી. જુઓ-આ ગાર આપણે અત્યારે જેને માટે ખોદી છે, તે કેવો જાહોજલાલીવાળે પહેલવાન જવાન મર્દ હતો. આખ બંગાળ દેશ જેના નામથી કાંપતો હતો અને પૃથ્વી પણ જેના ચાલવાથી ધ્રુજતી હતી, તે કાળો પહાડ હાડપિંજર અને રક્ત માંસના રૂપમાં આ ગેરમાં દટાશે અને થોડીવાર પછીતેનું નામ સદાને માટે આ ફાની દુનિયામાંથી હવામાં ઊડી જાશે. ગેરખાદના ધંધાથી આવા આવા વૈરાગ્ય ઉપજાવનારા વિચારો રોજ આપણું મગજમાં તાજા થયા કરે છે અને તેથી આપણે વધારે ગુનાહ કરવાને તૈયાર નથી થતા, એ આપણુપર ખુદાની એક બહુ જ મોટી મેહરબાની છે, એમ જ માનવું જોઈએ. કેમ નહિ ભાઈ ?”
હા-ભાઈ એમ જ છે. એવી રીતે જોતાં તે આપણે ઘણા જ ભાગ્યશાળી છીએ, લોકે આપણને ધિક્કારે છે, એમાં જ આપણો લાભ વધારે છે.” ત્રીજા ગરદુએ પણ તેમની હામાં હા મેળવી.
એટલામાં ચોથા ગોરખદુએ અંગુલિનિર્દેશ કરીને પિતાના સાથીએને કહ્યું કે, “જુઓ-સેનાપતિની મૈયત આવે છે. માટે તૈયાર થઈ જાઓ–જોઈતી સર્વ વસ્તુઓ તો તૈયાર છે ને? જુઓ.”
ગોરખદુઓ પોતાના કર્તવ્યમાટે તૈયાર થઈને ઊભા રહ્યા. થોડી વારમાં સેંકડે મનુષ્યોને સમૂહ સેનાપતિ કાળાપહાડના જનાજાને લઈને ત્યાં આવી પહોંચ્યો. કબરથી થોડી દૂરપર પ્રથમ જનાજાને જમીનપર - ઉતારવામાં આવ્યો અને મુસલ્માની ધર્મ પ્રમાણે કેટલીક ક્રિયાઓ કરી રહ્યા પછી, શબને કબ્રમાં પધરાવવામાં આવ્યું.
શબને કબરમાં પધરાવ્યા પછી ગારખદુઓ જેવા ઉપરથી માટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com