________________
શ્વેતવસના સુન્દરી
૧૧
નામ માત્રનેા મનુષ્ય છું. માટે મારી એ જ વિનંતિ છે કે, મારામાં પ્રેમ રાખવાથી દુઃખ વિના તને ખીજું કશું પણ પ્રાપ્ત થવાનું નથી. તારી યેાગ્યતા અને મારી યેાગ્યતા સમાન નથી. અર્થાત્ તારે કાઈ સમાન યેાગ્યતાવાન પુરુષને શોધીને તેને જ પેાતાને પ્રેમભાગી બનાવા બેઇએ. તારા આ વિચારે–વાસ્તવિક રીતે વિકારા—બદલાઈ જશે, તે વેળાએ પેાતાની આવી ઇચ્છા માટે ખરેખર તને ઘણા જ પશ્ચાત્તાપ ચો.” નિરંજને પાતાની દશાનું યથાસ્થિત વર્ણન કરી સંભળાવ્યું.
“જે વર્ણન તમે સંભળાવ્યું, તે હું તમારાથી પહેલાં જ જાણી ચૂકી છું. માટે વધારે સાંભળવાની મારી ઇચ્છા નથી. હું માત્ર પ્રેમની જ આશા રાખું છું. મારેા પ્રેમ કેવા પ્રકારના છે, તેનું વિશેષ સ્પષ્ટીકરણુ કરવા કરતાં એક કવિની કવિતા જ હું તમને સંભળાવું છું. તે આ પ્રમાણે છે:( હરિગીત.
---
પ્રેમ એવી વસ્તુ કે જે સ્વાર્થને નથી માનતી; લા તથા જનમાનને પણ તે કટ્ટા ન પિછાનતી; દીપકપરે ખળતા પતંગે સર્વથા નિ:સ્વાર્થ તે; ને પ્રાણુ અર્પે છે. ચકાર ચંદ્રપર ન સ્વાર્થ તે હે પ્રાણવાભ ! પ્રેમદા આ પ્રેમની છે ભગિની; નહિ ઇચ્છતી તે વૈભવને પ્રેમની છે યાગિની; મમ તંત્ર આ આતુર રહે છે તવ વનના દર્શને; ને ઇચ્છતું આ હૃદય નિશિનિ તવ તનૂના સ્પર્શને.” “હું તારા મનેાભાવને જાણી ગયા. પણ અહીં સુખમાં ન રહેવાનું એક બીજું પણ કારણ છે. મારા એક ભ્રાતા છે અને તે મારી જન્મભૂમિમાં છે. તેને ત્યાં એકલા મૂકીને હું અહીં આવ્યા હતા અને પાછળથી નવ્વામે મારાં ધરબાર લૂટી લીધાં. અર્થાત્ મારા સહેાદર ત્યાં સંકટામાં દિવસ ગાળે અને અહીં હું વૈભવ ભાગવું, એ મને તે યેાગ્યું લાગતું નથી. માટે બે તું મારું હિત ઇચ્છતી હાય, તે મને જવા દે. અહીં રહેવાથી હું ચિન્તામાં ને ચિન્તામાં મરી જઇશ. સુખાના ઉપભાગ મારાથી લઈ શકાશે નહિ. સ્ત્રી હઠના ત્યાગ કર, અને દીર્ધદષ્ટિથી વિચાર કર. મારા વિચારો સત્ય છે. જે તારી સ્થિતિ મારા જેવી હોત, ા તારા પણ એવા જ વિચારે હાત.” નિરંજને પાતાંના હૃદય શાકના કારણનું દર્શન કરાવ્યું.
જો તમારી ઈચ્છા હાય, તેા તમારા બંધુને અહીં મેલાવી લઇએ અને કહેા તે ત્યાં જ તે સુખમાં રહે, એવી વ્યવસ્થા કરી આપીએ. એ સર્વ કરવાની મારામાં શક્તિ છે, પરંતુ તમારા વિયાગદુઃખને સહન કરવાની મારામાં શક્તિ નથી. તમે પરપુરુષ છતાં પણ મેં તમારા શરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com