SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯6. .? ' ભારતનું ભવિષ્ય જોયું. નિદ્રાએ શારીરિક ગતિઓનો તે અવરોધ કરેલો હશે, પણ સ્વપ્ન તેની માનસિક ગતિને પાછી ચલાવવા માંડી. તે એલાકિક સ્વમ આ પ્રમાણે હતું – એક મહાભારત ભયંકર ખંડિયેરમાં એક ભગ્ન દેવાલયની કક્ષામાં એક મેલી સાડી પહેરીને મુક્ત કેશકલાપવાળી ભારત જનની નિદ્રિત સંમાને બેઠી હતી અને ભારતસંતાનો આસપાસ નિદ્રાવશ થઈને પડેલા હતા. એટલામાં ભારત ભારતી (સરસ્વતી) એ ત્યાં આવી ભારતજનનીને ઉદ્દેશીને કહ્યું કે;– “માતા! તારું મુખ આજે આટલું બધું પ્લાન અને ગ્લાનિયુki કેમ દેખાય છે? વસ્ત્ર આભૂષણો અને ગૃહ ત્યાગ કરીને આમ વનવાસિની થઈ કેમ બેઠી છે? તારું તેજ કયાં ગયું અને તારી શોભાને કેવી રીતે તથા શા કારણથી નાશ થયો? તારાં બલ, બુદ્ધિ, શ્રી અને ઉત્સાહને તે ક્યાં ખોઈ દીધાં? તારા રાજભવન અને ધવલ ધામને લય થયે છે કે શું? તારો પ્રતાપ, તારે વૈભવ અને તારું આજસ્ સર્વે ક્યાં ગયાં? તારું સદા પ્રસન્ન અને તેજેયુક્ત મુખમંડળ બાલરવ પ્રમાણે શોભતું હતું, તે દીન શશિ સમાન પીતવર્ણ થઈને તેજોહીન થઈ ગયેલું કેમ દેખાય છે? તારા અલકભાગને ઘલિથી ભરેલો જોઈને મારું ચિત્ત બહુ જ આકુલ વ્યાકુલ થાય છે. જે મસ્તક પર છત્ર ચામર ઢળતાં હતાં, ત્યાં આકાશના વાયુવિના બીજું કાંઈ પણ લેવામાં આવતું નથી. સર્વ વેદ, પુરાણ અને શાસ્ત્ર ઉપવેદ અને અંગો સહિત પ્રયાણ કરી ગયાં કે શું? વળી જેના બળથી જગતમાં તારો પ્રતાપ વિસ્તર્યો હત, તે દર્શનનું દર્શન પણ નથી થતું, એનું કારણ શું છે ? આજે તારા દુઃખમાં તારી સાથે કોઈ પણ નથી? હાય-પણ માતા! આમ હિંમત હારીને દીન થઈ કેમ બેસી રહી છે? બુદ્ધિ, ગુણ અને જ્ઞાનને ઉપયોગમાં કેમ નથી લેતી?” ભારત જનનીએ એનું કાંઈ પણ ઉત્તર આપ્યું નહિ. તે તે પોતે જેવી સ્થિતિમાં બેઠી હતી, તેવી જ સ્થિતિમાં બેસી રહી. એટલે અધીર થઈને સરસ્વતી દેવી પુનઃ નમ્રતાપૂર્વક તેને અનુલક્ષીને બોલવા લાગી કે હે જનનિ ! તું મુખમાંથી એક પણ શબ્દને ઉચ્ચાર કેમ નથી કરતી ? તારા અમૃત સમાન વચનના શ્રવણ વિના મારો જીવ વ્યાકુલ થયાં કરે છે! મારે કાંઈ પણ અપરાધ ન છતાં તું આમ રીસાઈને શા માટે બેઠી છે? તારાં કમલ સમાન નયનો ઉઘાડતી કેમ નથી ? મારી વિનતિ કેમ નથી સાંભળતી અને તારા હિતને વિચાર કેમ નથી કરતી ? જાગૃત છતાં પણ તું આમ લુપ્ત સમાન કેમ બની ગઈ છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy