________________
મન્સુમીલન
૧૩૭
દેખાય છે? પાતાના સહાદરને આવા વેશમાં એવા કરતાં તે તેને ન જોયા હાત અથવા તેવા પહેલાં મરણુ આવ્યું હાત, તે બહુજ સારું થાત! પેાતાના સહેાદરના ભાવી નરકવાસની કલ્પનાથી હૃદયમાં વેદના તા ન થઈ હાત!!!”
તેવા જ ગદ્ગદ કંઠથી અને સ્નેહપૂર્ણ સ્વરથી સેનાપતિ કાળેાપહાડ પેાતાના ભાઈને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે, પ્રભાત! પ્રાણાધિક અંધા ! ભાગ્યમાં વિશ્વાસ રાખેા. આપણુ બન્નેએ એક જ માતાના ઉદરમાંથી જન્મ લીધા છે, છતાં પણ હું કુલાંગાર કુલસંહારક થયા અને તમે ધર્માવતાર કુલાહારક થયા. તમે ધર્મનું રક્ષણ કર્યું અને મેં યવનાનું દાસત્વ સ્વીકારીને ધર્મનું ભક્ષણ કર્યું. બંધા ! તમે જ પાતાની માતાના ને માતૃભૂમિના સત્ય સંતાન છે! હું માતૃયૌવનવનકુઠાર છું! પણ એમાં મનુષ્યના કાંઈ પણ દોષ નથી. જે કાંઈ પણ થાય છે, તે ભાગ્યવશતાથી જ થાય છે. એ ભાગ્યની પ્રબળતાથી જ આજે હું યવનવેશમાં બેઠેલા દેખાઉં છું. જે યવનાના અત્યાચારથી એક સમયે હું અને તમે ભીખારી થઈ ગયા હતા, જે યવન રાજાની સભામાં ન્યાય મેળવવામાટે સ્વદેશને અને તમારા જેવા સહેાદરના ત્યાગ કરીને હું રાજધાનીમાં આવ્યા હતા, ~ તે જ યવનરાજના પાવિક બળથી આજે હું દેશદ્રોહી, દેવદ્વિજદ્રાહી, ધર્મદ્રાહી અને વિધર્મીના નામથી પ્રસિદ્ધ થઈ ચૂક્યા છું, આવેા પ્રભાત ! વિધર્મી ધારીને મને ધિક્કારેા નહિ. આ દુર્ભાગીના હૃદયને ચીરીને જીઆ કે, તેમાં કેટલા અનુતાપ, કેટલું અશ્રુજળ અને કેટલી આત્મગ્લાનિ ભરેલી છે!!”
મુસમાાનાના પાવિક બળથી તમે ધર્મભ્રષ્ટ થયા, એ વાર્તા જો સય હાય, તેા તેમના રાજ્યના ધ્વંસના પ્રયત્ન ન કરતાં સામા તેને વધારવા માટે યુદ્ઘના પરિશ્રમ કરવા અને જાતિ ખાંધવાના વિનાકારણુ સંહાર કરવા, એવા વ્રતના તમે શામાટે સ્વીકાર કર્યો છે? યવનધર્મના નાશને સ્થાને સ્વધર્મના સંહારના સ્તંભ શામાટે રાપ્યા છે?” પ્રભાતે ભ્ર ચઢાવીને કાળાપહાડને એ ઉપાલંભરૂપ પ્રશ્ન પૂછ્યા.
સાંભળેા ભાઈ ! આ અનુતł જીવનની મહાપરિશ્રમ અને કષ્ટથી હૃદયપટમાં કાતરી રાખેલી કથાને સાંભળયવનરાજ્યના નાશ કરવા, એ જ મારા હૃદયસ્થ ગુપ્ત ઉદ્દેશ હતા. મારા જીવનના એ - સર્વથી પ્રધાન હેતુ જગતના સર્વે જનાથી ગુમ છૂપાવી રાખેલા હતા. મારે। હવે એ નિશ્ચય છે કે, ચાર આઠ દિવસથી વધારે જીવન ભેાગવી શકું તેમ નથી, માટે જ આ સર્વે સભાજના સમક્ષ હું ખુલ્લી રીતે જણાવી દઉં છું કે, હું યવનાના દાસ તેા છું, કિન્તુ યવનરાજ્યના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com