________________
બ્રાહ્મણુયુગ્મ
૧૬૯
“આપની એ ચિન્તા વ્યર્યું છે. જગન્નાથપુરીમાં લૂટ બિલકુલ થઈ નથી. જે લેાકા યુદ્ધ કરવામાં પ્રવૃત્ત થએલા હતા, તેમના જ માત્ર ધાત અલા છે. પુરીનિવાસી જનાપર અત્યાચાર કરવાના તત્કાળ અવરાધ કરવામાં આવ્યા હતા, અને વિશેષતઃ એપર બળાત્કાર કરવાના તા કઠિનતાથી અવરાધ કરી દેવાયા હતા. એક મુસમાાન સિપાહી પ્રત્યેક ગલી અને માર્ગમાં ફરી ફરીને લૂટ તથા અત્યાચાર ન કરવા વિશેના ઢંઢેરા પીટાવતા હતા. રાક્ષસેાના હાથે એ દેવતાઈ કાર્ય કેમ થયું હશે, એનું ખરેખરું કારણ હું જાણી શકતા નથી.” મહેતે હતાશ ન્યાયરત્નને આશ્વાસન આપીને પાછળથી પેાતાની આશ્ચર્યભાવના પ્રદર્શિત કરી.
“એને પણ જગન્નાથની મહા કૃપા જ સમજવી જોઇએ.” ન્યાયરત્ને કૃતજ્ઞતાપૂર્વક ઈશ્વરના આભાર માન્ય.
એટલામાં એક મુસમાાન સિપાહીએ તેના ર્વાજાપર આવીને પાકાર કર્યો કે, “પંડિતજી !’
ક્રમ શા સમાચાર છે ?” ન્યાયરને પૂછ્યું.
જનાખ! અફસરજંગ સાહેબ આપને ખેાલાવે છે, અને સલામ કહેવડાવ્યા છે.” સિપાહીએ જવાબ આપ્યા.
kr
“મને મેાલાવ્યેા છે?” ન્યાયરને આશ્ચર્યચકિત થઈને પૂછ્યું. જીન્હા. હુજૂર અત્યારે સખ્ત બીમાર છે. એક બુઢ્ઢા કાિ એમની કાંધમાં બરછી મારી હતી અને તે જગ્યાનું ખૂન વહેતું હજી સુધી બંધ થયું નથી. એ જ કારણથી હુજૂર આપ સાથે મુલાકાત કરી શકયા નહેાતા. આપને કાંઇક ખાસ પૂછવું છે, તેટલામાટે જ આપને મેાલાવવામાં આવ્યા છે.” સિપાહીએ પેાતાના આવવાનું અને કાળાપહાડના આમંત્રણનું કારણ કહી સંભળાવ્યું, અને જવાબની રાહ જોતા ઉભા રહ્યો.
rr
ખાસ શું પૂછવાનું છે, તે તું કાંઈ જાણે છે. કે?” ન્યાયરને કાળાપહાડની બીમારીની ખબર સાંભળીને ઉત્સુકતાથી પૃચ્છા કરી.
“ વાત મીજી તેા કાંઈ નથી. માત્ર એટલું જ કહેવાનું છે કે, કાલે સવારે આપ તેકઅખ્તરની દુખ્તરની તલાશમાટે જવાનું છે, માટે વખતે આપને એ પૂછવાના હશે કે, આપ તેને આળખવામાટે સાથે નીકળી શકશે કે નહિ?” સિપાહી પાતાના તર્ક દોડાવીને એલ્યે . સિપાહીના તર્ક સાંભળી ન્યાયરને મહત્તને ઉદ્દેશીને કિંચિત્ આનન્દયુક્ત મુદ્રાથી કહ્યું કે, “આ પણ એક શુભ અને ઉત્સાહ તથા આશાવર્ધક સમાચાર છે. આ સમાચાર સાંભળતાં જ હું એવું અનુમાન કરી શકું છું કે, ઈશ્વરની હવે મારાપર કાંઇક દયા કરવાની વાંચ્છના
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com