________________
૧૬૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય જોઈને તેનું હૃદય દ્રવવા લાગ્યું. તેનાથી એ દશ્ય જોઈ શકાયું નહિ. તે ક્ષણે જ તે સેનાપતિ પાસે ગયો અને અર્ધદગ્ધ મૂર્તિની તેણે ભિક્ષા માગી ઈશ્વરની કૃપાથી તેની એ પ્રાર્થનાનો સ્વીકાર કરવામાં આવ્યો અને મહન્ત ચિતામાંથી અર્ધદધ મૂર્તિને મહાવેગથી કાઢી લીધી. વાયરત્ન તેને સંતુષ્ટ અને અભય થએલો જોઈને પિતાના તંબૂમાં તેડી લાવ્યો, અને પોતે સંધ્યા કરવાને બેસી ગયે.
સંધ્યોપાસન સમાપ્ત કરીને ન્યાયરત્ન એક આસન લઈ મહતજી પાસે આવીને બેઠો અને બને પરસ્પર વાતો કરવા લાગ્યા. વાયરને કહ્યું કે, “પંડ્યાજી! આપની આવી દેવભક્તિને જોઈને મારા હદયમાં ઘણા જ હર્ષ થયો છે. આપનું નામાભિધાન શું છે વારુ?”
મારું નામ વીસાને મહત્ત, આ રાક્ષસેના સમૂહમાં આપના જેવા એક મહા દયાળુ બ્રાહ્મણને જોઈને મારા હૃદયમાં અગાધ આશ્ચર્ય થયા કરે છે. જ્યારથી મેં આપને જોયા છે, ત્યારથી મારા મનમાં એ જ ચિન્તા થયા કરે છે કે, આપને યવનશિબિરમાં વાસ કેમ થયો હશે ?” મહત્વે પિતાની આશ્ચર્યભાવને વ્યક્ત કરી.
પંડ્યા! એમાં એક ભેદ છે, પરંતુ મારા હૃદયનો મર્મ હું ખોલીને બતાવી શકું તેમ નથી. મારા હૃદયમાં પણું આમ યવને સાથે રહેવાથી વેદના થયા કરે છે. હું મારી પોતાની ઈચ્છાથી આ લેકે સાથે આવ્યા નથી, કિન્તુ મારે બાધ્ય થઈને જ આવવું પડ્યું છે.” ન્યાયરને શોકાતુર મુદ્રાથી ઉત્તર આપ્યું.
ત્યારે શું આ યવને આપને બળાત્કારે પકડી લાવ્યા છે ?” મહને આશ્ચર્ય અને ભયના એકત્ર ભાવથી અધીર થઈને પૂછ્યું.
બળાત્કારે નથી પકડી લાવ્યા. હું મારી પિતાની ઈચ્છાથી જ એમની જોડે આવેલો છું. કારણ કે, જે આ મુસલમાન સેનાને નાયક છે અને જેનું નામ કાળેપહાડ છે, બહુધા તમે પણ એ નામ સાંભળ્યું હશે જ, કેમ નહિ ? અને જેની પાસેથી મેં જગન્નાથની અર્ધદગ્ધ મૂતિ માગી લીધી હતી, તે મારો શિષ્ય છે; સમજ્યા કે ?” વાયરને કારણનું વિવેચન કરવા માંડ્યું.
આપ તે એક મહા ધાર્મિક બ્રાહ્મણ છે અને તે એક પ્લેચ્છ મુસભાન છે, તે આપનો શિષ્ય કેમ અને ક્યાંથી થયે? આ તો વળી, વધારે આશ્ચર્યકારક બીના છે !” મહન્તજીએ પિતાની શંકા વ્યક્ત કરી.
અત્યારે તે મારી આ વાર્તા સાંભળીને સર્વના હદયમાં શંકા અને આશ્ચર્ય થવાનો સંભવ છે. જો કે અત્યારે તે તેનું નામ કાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com