SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ કઇ જગન્નાથની ત્રિ અને ભારતનું ભવિષ્ય સંધ્યાકાલીન નિષ્પ સમીર સમરભૂમિમાં પડેલાં અસંખ્ય મૃત શરીરને સ્પર્શ કરીને પિતાનું વહન કાર્ય કરી રહ્યો હતો. પૂર્વ પ્રમાણે સમુદ્રની અવિશ્રાંત ગજેના ધ્વનિ સ્પષ્ટતાથી સાંભળવામાં આવતા હતે. વિહંગે પૂર્વવત પિતાના કૂજનને વિસ્તાર કરવા લાગ્યાં હતાં. સ્મશાનનને અંગિત કરતી વિશાળ મંદિરએણિ શાન્તભાવ ધારીને બની હતી. એવી એ ભયાનક ભૂમિમાં એક તરણ બાળા અહીં તહીં ભટકતી જોવામાં આવતી હતી. તેના સુકેમલ કપોલ પ્રદેશમાંથી અશ્રુનો પ્રવાહ વહ્યો જતો હતો. તેને મુક્ત કેશકલાપ તેના મુખમંડળ પર સર્વત્ર છવાઈ ગયો હતો. દુખિની બાળા પ્રત્યેક મૃત મનુષ્ય સમક્ષ જઈને પિતાની કાઈ ખોવાયેલી વસ્તુને શોધ કરતી હોય, એમ તેની આતુર મુખચયથી અનુમાન થતું હતું. જે પ્રભાતનો મૃત દેહ મળી આવે, તો તેને છાતીએ લગાડીને ઉષાનો એકવાર વનભેદક રોશન કરવાનો મનોભાવ હતો અને સહગમનને નિશ્વય પણ તેણે હૃદયમાં કરી રાખ્યો હતો. પરંતુ મૃત પ્રભાત તેના જેવામાં આવ્યો નહિ અને તે ભટકતી જ રહી. એટલામાં બે પઠાણ ઘોડેસ્વારે ત્યાં એકાએક આવી લાગ્યા અને આવતાં જ તેમની દૃષ્ટિ ઉષાપર પડી. દુઃખિની હરિણી શાર્દૂલના પંજામાં 5 સપડાઈ ગઈ--અર્થાત ઉષા યવનોના હસ્તમાં સપડાઈ નિર્દય યવન સૈનિકો તે નિર્દોષ નારીના હદયના મર્મને જાણું શક્યા નહિ. તેઓ તેને પકડીને ઘેડાને દેડાવતા ચિકાહદની દિશામાં ચાલતા થયા. સંધ્યાના અંધકારે તેમને પોતાની કૃષ્ણ છાયામાં છૂપાવી દીધા. પળમાત્રમાં ઉષા સહિત તેઓ અદશ્ય થઈ ગયા. ધ્યાન આપતાં માત્ર બાળાને મંદમંદ રોદનધ્વનિ કર્ણગોચર થતો હતો. આપણે કહી નથી શકતા કે, એ બાળાને પકડનાર યવનોના હદયે ઈશ્વરે પાષાણ સમાન કઠિન કેમ બનાવ્યાં હશે! શું આ સંસારમાં કસણું, દયા કે વાત્સલ્યનો લેશ માત્ર પણ અવશીષ નયી? પરમાત્મા જાણે, એ જ એનું ઉત્તર છે. કાળપહાડની પત્ની અજીરુન્નિસાને કેદ કરનાર પ્રભાતકુમાર પિત પણું પકડાઈ ગયો અને તેની ભાવી ભાર્યા પણ યવનેના હાથમાં જઈ પડી. સુરને સ્થાને વિજયશ્રીએ અસુરોને ગળામાં જ વરમાળા પહેરાવી. એને આપણે કાળના પ્રભાવ વિના બીજા કયા નામથી ઓળખી શકીએ એમ છે? અર્થાત કાળને એવો ભયંકર પ્રભાવ છે કે, જે તે ક્રોધિષ્ઠ છે, તે અવશ્ય પિતાનું વૈર વાળે છે, સુખીને દુઃખના દવમાં પ્રજાને છે-કાળના વિચિત્ર કૌર્યથી ઘવાયેલું મનુષ્ય જીવિત છતાં પણ મરણને સ્વસમ્મુખ મૂર્તિમાન ઉભેલું પ્રત્યક્ષ ભાળે છે. કાળના એવા પ્રભાવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy