SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય માટે મરતાં પણ સ્વર્ગની પ્રાપ્તિ થશે, અને જીવતા રહ્યા તે અક્ષય કીર્તિ મળશે.” દશે દિશામાં આકાશને ભેદવાવાળી જયગર્જના થવા લાગી. સીમા શૂન્ય આકાશમાં એ આનન્દવનિનો સર્વત્ર વિસ્તાર વધવા લાગ્યો. ચક્રધર મિશ્ર પ્રભાતને સાથે લઈને ગૃહપ્રતિ ચાલતો થયો. પ્રભાત ! પ્રેમલબ્ધ પ્રભાત! ગૃહમાં જઇશ નહિ-પાછો ફર. ઉષા તારા દર્શન માટે અત્યંત આતુર થએલી છે. તે તારી રણ–ઉત્કંઠા જેવા ઈચ્છે છે. જે વેળાએ તું યુદ્ધભૂમિમાં પ્રયાણ કરીશ, તે વેળાએ તે અશુપૂર્ણ નથી તારા મુખનું અવલોકન કરશે. તે વેળાએ તારા ઉત્સાહ અને બળને તું દઢતાથી જાળવી શકીશ ખરો કે? જ્યારે તે પિતાના અકપટ મુખથી અવ્યક્ત ભાષામાં તને કહેશે કે, “પ્રભાત દેવ ! આ દુખિની દારાનો ઉપદેશ માને અને યુદ્ધમાં ન વિચરે. તમારા વિના મારું બીજું કોઈ નથી. ઈશ્વર ન કરે ને કાંઈ અમંગળ થઈ જાય, તો આ અભાગિની અબળાનું શું થશે ? પ્રભાત ! તે સમયે મારા હિતમાટે તમે શી યોજના કરી શકશે? માત્ર કાકચિતા.” એ પ્રાર્થના સાંભળીને પણ તારે ઉત્સાહ અચળ રહેશે કે ? તે સમયે ચળી તે નહિ જાય? જો તેમ હોય, તે અત્યારે જ પાછો વળ-યુદ્ધની અગત્ય નથી. પ્રભાતનાં નેત્રો સમક્ષ વાતાવરણમાં અદસ્યતાથી સ્થિત રહીને પ્રણયપ્રતિમાએ તેને એ પ્રમાણેનો ઉપદેશ આપ્યો અને વધારામાં જણાવ્યું કે, “પુરાણમાં એક સ્થળે કહેલું છે કે, ભગીરથ રાજા ભાગીરથી–ગંગાને સુરલોકમાંથી મૃત્યુલોકમાં લઈ આવ્યો. ભાગીરથીના પ્રબળ વેગને જોઈને કોઈ એક દાંભિક મન્મત્ત હસ્તીએ તેને અટકાવવાને પ્રયત્ન કર્યો. પરંતુ તેનું પરિણામ શું આવ્યું? ભાગીરથીના વેગને તે અવરોધ થઈ ન જ શકો, તેમ જ તે વેગ બીજી દિશામાં પણ વળે નહિ. એટલે કે, તે દાંભિક હસ્તી ગંગાના વેગવાન પ્રવાહમાં તણાઈ ગયો! એ પૌરાણિક કથાનો અર્થ કિવા ભાવાર્થ મહાગૂઢ છે. એ એક રૂપક છે. પુણ્યમયી ગંગા તે પ્રેમપ્રવાહ સ્વરૂપ છે. જગદીશ્વરના પદકમળમાંથી તે પ્રેમપ્રવાહપી પવિત્ર ગંગાને ઉદ્દગમ થતો હોવાથી તે મહાપવિત્ર સરિતા મનાય છે. જે એ પવિત્ર ગંગામાં સ્નાન કરે છે, તેઓ પણ પુણ્યમય થઈ જાય છે. જેણે મૃત્યુને પણ જિતી લીધું છે, તે શ્રી શંકરે પણ એ પ્રેમપ્રવાહસ્વરૂપી ગંગાને સ્વમસ્તકે ધારણ કરેલી છે. રૂપકમાં જે હસ્તીનું વર્ણન કરેલું છે, તે લોકલજ્જા અથવા દંભનું સ્વરૂપ છે અને તે પ્રેમપ્રવાહપી ભાગીરથીના પ્રબળ વેગમાં તણાઈ ગયાનું કહેલું છે. પ્રણયસ્વરૂપી ગંગાનો પ્રવાહ પ્રારંભમાં કેવળ એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy