________________
૧૫૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય માત્ર જ લટકતી જોવામાં આવતી હતી. તેને જોઈને માર્ગમાં વિચરતા પ્રવાસી જને ભય અને વિસ્મયતાથી માર્ગમાંથી એક બાજુએ થઈ જતા હતા. સંધ્યાકાલથી થોડો સમય પહેલાં પ્રભાત જગન્નાથપુરીમાં આવી પહોંચ્યા.
પુરીમાં આવતાં જ તેનું હૃદય આશા અને ઉત્સાહથી નૃત્ય કરવા લાગ્યું. ત્યાં આવીને તેણે જોયું કે, સહસ્ત્રાવધિ ઉત્કલવાસીજનો નાના પ્રકારનાં શસ્ત્રાત્રેથી સુસજિત થઈને શ્રી જગન્નાથના મંદિરના રક્ષણમાટે જૂદા જૂદા પ્રદેશોમાંથી ત્યાં ચાલ્યા આવતા હતા. સર્વનાં મુખેમાંથી એ જ વાર્તા સાંભળવામાં આવતી હતી કે, “પ્રાણુ જાય તે ભલે જાય, પરંતુ જગન્નાથના મંદિરમાં યવને પદસંચાર તો થવા ન જ દેવો-તેમને મંદિરમાં પ્રવેશ થવા ન દેવો. સર્વ હિન્દુઓને નાશ થયા પછી ભલે તેઓ ગમે તેમ કરે, પણ જીવતાં તે ધર્મની રક્ષા કરવી જ જોઈએ.” આ નિશ્ચય એકે એક મનુષ્યને થઈ ગયો હતો, એ ચાણક્ય પ્રભાતકુમારે તત્કાળ જાણી લીધું અને તેથી તેના આંતરિક હર્ષને પારઅવધિ રહ્યો નહિ.
પિતાના સૈનિકેની શૌર્યભાવનાનું અવલોકન કરીને પ્રભાત મનમાં જ વિચાર કરવા લાગ્યા કે, “મનુષ્યના હૃદયમાં જ્યારે પિતાના ધર્મને વિચાર આવે છે, ત્યારે તે ઉદારતા અને નિર્ભયતાથી પોતે જ – પિતાના પ્રાણ અર્પવાને તૈયાર થઈ જાય છે. બાહુના બળથી યુદ્ધની ઘોષણા કરવાને બદલે ધર્મના બળથી યુદ્ધની ઘોષણા કરવી, એ સહસંધા વિશેષ ફલદાયક થાય છે. ધર્મની અદ્વિતીય શ્રદ્ધાવડે યુદ્ધ કરવાથી જ મહમ્મદ આટલી બધી શીઘ્રતાથી પિતાના ધર્મની સ્થાપના કરવાને સમર્થ થ છે.” એ વિચાર કરી જે માર્ગમાં તે લોકે વિચારતા હતા, તે માર્ગમાં પ્રભાતે પણ સંચાર કર્યો અને શીધ્ર જ તે લોકે સાથે જગન્નાથના મંદિર સમક્ષ આવી પહોંચ્યો. ત્યાં આવીને તે ઊભો રહ્યો.
વૈશાખની પૂર્ણિમાને દિવસે મનુષ્યોની જે અગણનીય સંખ્યા ત્યાં જોવામાં આવતી હતી, તેવી જ રીતે આજે પણ જગન્નાથના મંદિરદ્વારમાં અસંખ્ય મનુષ્યો ઊભેલા જોવામાં આવતા હતા. જેના ઘરમાં જેવું હથિયાર હતું, તેવું તે હથિયાર હાથમાં ઉપાડીને પ્રત્યેક પુરુષ બહાર નીકળી પડ્યો હતે. સહસ્ત્રાવધિ ઉત્કલવાસી બ્રાહ્મણે ગળામાં વસ્ત્ર નાખી શ્રીજગન્નાથ સમક્ષ હસ્તદ્વય જોડી ઊભા રહીને સ્તુતિઑત્ર ગાવામાં લીન થએલા હતા. સહસ્ત્ર જનોના કંઠમાંથી “જય, જગન્નાથને જય!” . એ જયસૂચક ધ્વનિ નીકળ્યા કરતો હતો. પ્રભાતની મૃત આશા પુનઃ સજીવન થવા લાગી. તે અશ્વપરથી ઊતરીને મંદિરના ચોગાનમાં આવી પહોંચ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com