________________
૧૩૧
સરવરતીરે હું જહાજપુર જાઉં છું. શોક કરવાને બદલે હૃદયમાં ઈશ્વરની આરાધના કરજે અને આયોંનું હિત ઈચ્છજે. - ઉષા એને કશું પણ ઉત્તર આપી શકી નહિ. તેના હૃદયમાં શોકન અગ્નિ એટલી બધી પ્રબળતાથી પ્રજળી ગયો કે, નેત્રમાંના અશ્રુપ્રવાહને પણ તેણે શુષ્ક કરી નાખ્યો. અર્થાત્ શોકથી ઉષાનું વદન સર્વથા તેજહીન અને શરીર ગતિહીન બની ગયું, તે પણ તેનાં નેત્રોમાંથી નીરના બિન્દુઓનું પતન થવા પામ્યું નહિ. તે એકીટસે પ્રભાતના મુખકમળના અવલોકનમાં લીન થઈ ગઈ પ્રભાત હવે શોકની છાયામાં વધારેવાર ઊભો રહી ન શક્યો-તેણે ચાલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમ પણું કરી શકાયું નહિ. અંતે નેત્રો બંધ કરી ઉષાના જીવનરક્ષણને ભાર પરમેશ્વરને શિરે નાખીને તે ત્યાંથી ચાલતા થયા. ઉષા મૂછ આવવાથી પૃથ્વી પર પટકાઈ પડી.
ઉષાનાં નેત્રે ઊઘડ્યાં, તે વેળાએ તે પિતાના ગૃહમાં શયામાં પડેલી હતી; ઉષાના મુખને જેતી પ્રભાવતીની માતા ઊભી હતી અને પ્રભા તેને વાયુ ઢળતી બેઠેલી હતી. ઉષાનું શિર પ્રભાના ખોળામાં "પડેલું હતું. જાગતાં જ તેણે પ્રભાતના નામને ઉચ્ચાર કર્યો. પ્રભાવતીએ ઉત્તર આપ્યું કે, “સત્વર આવશે. ચિતા ન કર, હૈયે ધર.” “ત્યારે શું તે ચાલ્યા ગયા.” ઉષાએ ઘણું જ નિર્બળ અને ધીમા સ્વરે ઉત્કંઠાથી પ્રશ્ન કર્યો. એના પ્રત્યુત્તરમાં પ્રભાવતીએ જણાવ્યું કે, “હા.” ઉષા “હાય” એ ઉચ્ચાર કરીને પાછી મૂચ્છિત થઈ ગઈ. ગૃહમાં એથી બહુ જ ગભરાટ અને કોલાહલ મચી ગયો. સર્વ તન મન ધનથી સુશીલ સુંદરી ઉષાની સેવા શુશ્રુષા કરવા લાગ્યાં. પ્રેમીના વિયોગને આઘાત કેવો અસહ્ય હોય છે, એને ઉષાને પ્રત્યક્ષ અનુભવ થયો-તેને જીવનઆધાર જજૂદ થયો, તેથી ઉષાનો અવતાર જ બદલી ગયે-જીવન છતાં પણ તેને મરણને ભાસ થયો. ખરેખર એક વિદ્વાને સત્ય કહ્યું છે કે, “સંયોગ થવાથી શત્રુ દુઃખદાયક થાય છે, અને વિયાગ કાળમાં મિત્ર પણ તેટલે જ દુઃખદાયક બની જાય છે. અર્થાત દુઃખદાયકતાને ધર્મ તે ઉભયમાં એક સમાન જ રહેલો છે. ત્યારે શત્રુ અને મિત્રમાં ભેદ શ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com