________________
સરવરતીરે
૧૨૩ જવરની પીડાથી ઉષાનું શરીર વધારે દુર્બળ થતું ગયું. તેની પ્રકૃતિને વિશેષ બગડતી જોઈને હુલાયુધ મિશ્ર વૈદ્યને બેલાવ્યો, પરંતુ ઉષાએ
ઔષધ ખાધું નહિ. તેની આવી દશા દેખીને લોકોએ ઉષાના જીવનની આશા છેડી દીધી. આષાઢ માસના કેટલાક દિવસે વીત્યા પછી તો ઉષા શય્યા પરથી પણ ઉઠી ન શકી-શયામાં પડીને દિનરાત તે રેયા જ કરતી હતી. હુલાયુધની સ્ત્રી લઢી વઢીને તેને પરાણે થોડું ઘણું ખવરાવતી હતી, ઔષધિ ખવડાવવા માટે પણ બળ કરતી હતી અને તેને શી પીડા છે, એ સર્વ પૂછવાનો ઘણાય પ્રયત્ન કરતી હતી, પરંતુ ઉષા એ સર્વ વાતનું કાંઈ પણ ઉત્તર આપતી નહોતી, માત્ર એટલું જ કહેતી હતી કે, “માતા ! હવે મારી પ્રકૃતિ સુધરશે એવી આશા રાખશે નહિ. મારું મરણ નિશ્ચિત થઈ ચૂક્યું છે હું મરીશ !”
રથયાત્રાને દિવસ પણ આવી પહોંચ્યો. જગન્નાથપુરીમાં યાત્રાળુએના સમૂહોના સમૂહો આવવા માંડ્યા. પંડ્યાઓનાં ઘરો યાત્રાળુઓથી ભરાઈ ગયાં. પુરીના નિવાસીઓનાં સગાં સંબંધીઓ પણ નાના દેશમાંથી રથયાત્રાને મહત્સવ જેવા માટે આવીને એકત્ર થવા લાગ્યાં. પ્રભા પણ એ મહત્સવ પ્રસંગે પિતાને ત્યાં આવી લાગી. આવતાં જ તે ઉષાને મળવા આવી. ઉષાને મરણશયામાં પડેલી જોઈને થોડીવાર સૂધી તેને ગળે વળગીને તે ખૂબ રોઈ અને પછી કહેવા લાગી કે, “બહેન ઉછે! આ તને શું થઈ ગયું? હું તને વિનતિ કરું છું કે, મને તારા મનની વાત કહી દે.”
ઉષાએ કાતરભાવથી પ્રભાના મુખનું અવલોકન કર્યું–તેનાં ઉભય નેત્રોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. થોડીવાર પછી તે બોલી, “મારા શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ નથી. તું આવી, એટલે મારા બધા રોગોનો નાશ થઈ જશે. હું એ જ વિચારમાં હતી કે, કાલે રથયાત્રા છે, માટે દર્શન કરવા કોની સાથે જઈશ? એટલામાં સારું થયું કે તું આવી.”
તારા શરીરમાં શક્તિ તે જરાય નથી. એટલે તારાથી દર્શન કરવા કેમ અવાશે વા? એટલી બધી ભીડ થશે કે, અમારાથી પણ ભાગ્યે દેવભવન સુધી પહોંચી શકાશે. એક તે તું દુર્બળ છે અને બીજું..”
નહિ, પ્રભે! હું પહેલાં કરતાં ઘણું જ સારી છું. હું દર્શન કરવા આવી શકીશ. જે કાલે નહિ આવું, તે પછી દર્શન થશે જ નહિ.” . ઉષાએ પ્રભાવતીની વાતને વચમાં જ કાપી નાખીને કહ્યું.
“તારી પ્રકૃતિ સુધરે, તે રથ પાછો વળે ત્યારે જોજે.” પ્રભાએ કહ્યું.
“એટલા દિવસ હું જીવીશ કે નહિ, એને નિશ્ચય નથી. અત્યારે અનેક દેશના અનેક મનુષ્યો આવ્યા હશે, તેમને જેવા પ્રસંગ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com