________________
સરવરતીરે
૧૨૧ હતી કે, જેથી તેને આટલો બધો ગભરાટ થતો હતો કે તેને કોઈએ કાંઈ અપશબ્દો કહેવાથી તેના મનમાં આટલો બધો ખેદ થતો હતો ? એનું ઉત્તર આપવાની અમારામાં શક્તિ નથી. પુરુષના ભાગ્યને અને સ્ત્રિયોના મનોભાવને પરમેશ્વર પણ ભાગ્યે જ જાણી શકે છે, ત્યારે એક કોઈપણ પામર મનુષ્યપ્રાણું તો તેને કયાંથી જ જાણી શકે? જે રહસ્ય હશે, તે તેના પિતાના મુખથી જ પ્રકટ થઈ જશે, માટે પૈર્ય ધારણ કરવું.
પ્રભાવતી ઉષાની પ્રાણપ્રિય સખી છે. પ્રથમ તો ઉષા પ્રભાવતીને પોતાના મનની અનેક વાર્તાઓ કહી દેતી હતી, પરંતુ હવે તે તે તેનાથી બેલતી સુદ્ધાં પણ નથી. કોઈવાર નથી ચાલી શકતું, ત્યારે જ બે શબ્દ લે છે. તેના સમક્ષ જે કોઈ પ્રભાત વિશે કાંઈ પણ બોલે છે, તો તે એકાએક કપાઈ જાય છે. પ્રતિદિન પ્રતિગૃહમાં પ્રભાતની ચર્ચા ચાલ્યા કરતી હતી, પરંતુ ઉષા સમક્ષ જે તેની વાર્તા કરવામાં આવતી, તે તે એકદમ ત્યાંથી દૂર ચાલી જતી હતી. પ્રભાત મહા ધીર અને ગંભીર સ્વભાવનો પુરુષ છે અને પંડિત પણ છે. રાજાને તે મહાપ્રિયપાત્ર છે અને તે પૃથ્વીમાં મનુષ્યરૂપે દેવ અવતર્યો છે, ઇત્યાદિ જનવાર્તા જ્યારે ઉષાના સાંભળવામાં આવતી હતી, ત્યારે તેને અત્યન્ત હર્ષ થતે હતો. પરંતુ જ્યારે એ જ વાતો પ્રભાવતી આવીને ઉષાને સંભળાવતી હતી, તે ઉષા તેને મારવા દોડતી હતી. એનું કારણ શું હોવું જોઈએ, એ કઈ કહી શકે એમ છે ?
સરલા બાળા ઉષા પોતે સર્વદા કેઈ ગુપ્ત સ્થાનમાં છુપાયેલી જ રહેતી હતી અને તેના મનનો એવો નિશ્ચય હતો કે, તેની જીવનવ્યાપિની ચિતાને કોઈ જાણી જ નથી શકતું. પરંતુ પ્રભાવતીની માતા જાણી ગઈ હતી કે, ઉષા પ્રેમની જાળમાં ફસાયેલી છે. પાડ પાડોસીઓને એવો અભિપ્રાય હતો કે, “ઉષાના શરીરમાં કોઈ ભયંકર રોગને ઉદભવ થએલો છે અને તેથી જ એ નિત્ય પ્રતિ આટલી બધી દુર્બળ થતી જાય છે.” ને તેથી તેઓ એમ કહેતાં હતાં કે, એની પ્રકૃતિની કોઈ વૈદ્યદ્વારા પરીક્ષા કરા.” પ્રભાની માતા પ્રસિદ્ધ રીતે તો કેાઈને કાંઈ પણ ઉત્તર આપતી નહોતી, પણ મનમાં એમ જ કહ્યા કરતી હતી કે, “વૈદ્યની ઔષધિથી ચાલ્યો જાય, એ આ રોગ નથી. એ રોગની ચિકિત્સા બીજા પ્રકારે થાય છે, અને તે ચિકિત્સા કરવાવાળા વૈદ્યો પણ બીજી પતિના હેાય છે.” તેણે એ બધી વાત પોતાના પતિને કહી અને તે સાંભળીને તે પ્રસન્ન થયો.
પ્રભાત જતી વેળાએ પુનઃ આવવાનું કહી ગયો હતો, છતાં તે પાછો કેમ નહિ આવ્યો હોય ? પ્રભાત, રાજાને પ્રિયપાત્ર થયેલો હતું,
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com