SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય છે. પણ હવે તે ણે ભાગે લેાકા રેલ્વેના લાભ જ લે છે. પગે ચાલનારાં ચેડાં જ નીકળે છે. જગન્નાથના રથની ઉંચાઈ ૪૫ ીટની છે અને તેને ૧૬ ચક્ર ( પૈડાં ) છે. સુભદ્રા અને અલભદ્રના રથા જૂદા છે અને તેમ એના કરતાં કાંઈક નાના છે. જે સમયે મૂત્તિઓને મંદિરમાંથી ખહાર લાવીને રથમાં પધરાવવામાં આવે છે, તે સમયે સહસ્રાધિ મનુષ્યા ભૂમિએ પડીને તેમને દંડવત્ પ્રણામ કરવા મંડી પડે છે. લેાકેાના સાગર સમાન વિશાળ સમૂહ એકાએક જગન્નાથના જયધ્વતિના ઉચ્ચાર કરે છે, ધક્કા ધક્કી થવા માંડે છે અને મહાન ભવન જેવા રથને લેાકા રાજમાર્ગમાં ચલાવીને જગન્નાથના વિહારસ્થાન પ્રતિ ધસડી જાય છે. રથના આગળના અને પાછળના ભાગમાં રણુશૃંગ, મૃદંગ અને નગારાં આદિના ગગનભેદક ધ્વનિ એકસમયાવચ્છેદે સર્વત્ર વ્યાપી જાય છે. રથ હાંકનારાએ શરીર અને મુખમંડળના વિચિત્ર હાવભાવપૂર્વક લેાકાના મનેારંજન માટે અનેક પ્રકારનાં અસભ્ય ગાયના ગાવા માંડે છે. લાકા નૃત્ય કરતા, ગાતા, તાળીએ વગાડતા, મા પાડતા ને એવા ખીજા પણ અનેક જાતિના ચેનચાળા કરતા આગળ આગળ માર્ગ કાપત્તા જાય છે. મંદિરથી એક માઇલ કરતાં કાંઇક ન્યૂન અંતરે જગન્નાથનું વિહારસ્થાન આવેલું છે; પરંતુ મહાન રથનાં ચક્રાવાલુકામાં પેસી જતાં હાવાથી એટલા પ્રવાસને પણ કેટલાક દિવસા વીતી જાય છે. વિહારસદનમાં રથ પહોંચે, તેટલામાં યાત્રાળુઓની સાહસશક્તિ પ્રયાણ કરી જાય છે અને જનસમૂહ આછે. થતા જાય છે. ખાસ રથ ખેંચવામાટે રાખેલા ૪૨૦૦ મનુષ્યા અંતે રથને ધારેલે સ્થાને પહોંચાડે છે. જગન્નાથની સેવા કરનારા નાની માટી પદવીના બધા મળીને ૭૦૦ પંડ્યા છે, એવી ગણના કરવામાં આવી છે. એ પથામાંના કેટલાક પુરીમાં રહે છે અને કેટલાકા વારા ફરતી અન્ય દેશેામાં યાત્રાળુઓને લઈ આવવા માટે પ્રવાસક કરે છે. તેઓ યાત્રાળુઆને એવા ઉપદેશ આપે છે કે, “ પુરી તે સ્વર્ગદ્વાર છે અને તેની એકવાર યાત્રા કરવાથી સર્વ પ્રકારના મનારથી સફળ થઈ શકે છે. આ મૂર્તિનાં દર્શન કરવાથી વંધ્યાને પુત્ર થાય છે અને નિર્ધન ધનવાન બની જાય છે.” ત્યાંના પંડ્યાનું એમ પણ કહેવું છે કે, “પુરીની આસપાસની સધળી ભૂમિ સુવર્ણથી ભરેલી છે, પણ કલિયુગના પ્રભાવથી તે વાલુકા જ દેખાય છે.” કેટલીક વાર સ્ત્રી એકલી પણ યાત્રાએ નીકળી પડે છે, પણ તેમને ઘણી જ વિડંબના વેઠવી પડે છે. tr Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy