SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય બ્રાહ્મણ ઘણો જ ગમી ગયું હતું અને તેથી તેણે પોતાની પુત્રીને એની સાથે વિવાહ સંબંધ કરી આપવાનો નિશ્ચય કરેલો હતો. પ્રથમ તે કેટલોક કાળ ધર્મગુરુએ ના પાડવામાં કાઢી નાખે, પણ અંતે તેણે પિતાની થનારી ભાર્યથી સંતુષ્ટ થઈને વ્યાજની માગણને સ્વીકાર કર્યો અને તેની પુત્રી સાથે લગ્નના પવિત્ર ગ્રંથિથી બંધાયો. વાત એમ બની કે, જે મૂર્તિના ધમાટે રાજાએ એ ધર્મગુરુને પરદેશ પાઠવ્યા હતા, તે વિષ્ણમૂર્તિ એ વ્યાધના કજામાં જ હતી. એ વ્યાધ પિતા સાથે ફળ અને પુષ્પ ઇત્યાદિ પૂજાનાં સાધને લઈને નિત્ય પ્રાતઃકાળમાં અરધ્યમાં પૂજા કરવાને ચાલ્યો જતો હતો. એ તે બ્રાહ્મણ દરરોજ જેતે હતા, પરંતુ અરણ્યમાં તે કયે સ્થળે જાય છે અને ખાસ કેની પૂજા કરે છે, એ તે બ્રાહ્મણ જાણી શક્યો નહિ. અંતે અત્યંત આતુર થઈને એક દિવસે બ્રાહ્મણે પોતાના શ્વસુરને પૂજા માટે પોતાને સાથે લઈ જવાની પ્રાર્થના કરી અને વ્યાધે તે પ્રાર્થનાને સ્વીકાર પણું કય; પણ તેમાં એક શર્ત હતી. વ્યાધ પોતાના જમાઈને આંખે પાટા બાંધીને લઈ જવાને હતો. બ્રાહ્મણ પણ એમ કરવાને કબૂલ થશે. ઘણોક પંથ કાપવા પછી સસરો જમાઈ પોતાના ધારેલા સ્થાને પહોંચ્યા. ત્યાં બ્રાહ્મણની આંખો પરથી પાટો છોડી નાખવામાં આવ્યો અને એક ઉદંબર વૃક્ષના મૂળને આધારે એક નીલવર્ણ પાષાણની વિષ્ણમૂર્તિ ઉભી રહેલી તેના જેવામાં આવી. વ્યાધ, પોતાના વિપ્ર જામાતાને ત્યાં મૂકીને પોતે બીજે ક્યાંક ચાલ્યો ગયો. એટલે બ્રાહ્મણે વિષ્ણુની સ્તુતિ કરીને તેની યથાર્થ પૂજા કરી. પ્રાર્થનામાં તે પિતાના હદયને લીન કરી બેઠા હતા, એટલામાં ઉપરના વૃક્ષની એક શાખાપર એક વાયસપક્ષિ બેઠેલું હતું, તે વિષ્ણમૂર્તિ સમક્ષ નીચે પડ્યું અને એક ભવ્ય રૂપ ધારણ કરીને વિમાનમાં બેસી સ્વર્ગમાં ચાલ્યું ગયું. બ્રાહ્મણે જેયું કે, એ એક શાશ્વત સુખના પ્રદેશમાં જવાનું અદ્વિતીય સ્થાન છે, એથી તે પણ વૃક્ષ પર ચડ્યો અને ઉપરથી પડવાની તૈયારીમાં હતો, એટલામાં આકાશવાણી થઈ કે, “બ્રાહ્મણ ! બૈર્ય ધર ! પ્રથમ તે વિષ્ણુને શોધ કર્યો છે, એ જઈને તારા રાજાને વિદિત કર અને પછી શાશ્વત સુખના માર્ગમાં વિચર.” એટલામાં ફળ અને પુષ્પ લઈને વસુ વ્યાધ ત્યાં આવી પહોંચ્યો અને તેણે પણ વિષ્ણુની પૂજા કરી. પરંતુ નિત્યના નિયમ પ્રમાણે ભગવાન તેનાં ફળોનો આહાર કરવામાટે પધાર્યા નહિ.. એ વિશે નીચે પ્રમાણે ગુપ્ત ધ્વનિ થયું અને તે વસ્તુના સાંભળવામાં આવ્યો. “હે એકનિષ્ઠ ભક્ત ! તારાં વનમાંનાં પુષ્પ અને ફળોથી હવે હું કંટાળી ગયો છું. હવે મારી ઓદન (ભાત) અને મિષ્ટાન્ન ખાવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy