________________
પરિચય સત્ય થાય છે અને કેટલાકે સર્વથા અસત્ય પણ જણાય છે. પ્રથમ હસ્તરેષા લેવામાં મારો ઘણો જ વિશ્વાસ હતો; પરંતુ જ્યારથી ઉષાનો વિયોગ થયો છે, ત્યારથી મારા તે વિશ્વાસ જ રહ્યો છે. કારણ કે, ઉષાના હસ્તમાંની રેષા એવી હતી કે, તે દીર્ધાયુ, ઐશ્વર્યવતી અને પુત્રવતી થવી જ જોઈએ. પરંતુ તેમાંની એક પણ ઘટનાને હું સત્ય થતી જોઈ શકશે નહિ.” ગુરુએ શંકાનું ઉદાહરણ આપીને નિરાકરણ કરી નાખ્યું.
સુશીલ બાળા ઉષા ઈશ્વરકૃપાથી જીવતી હશે, તે તેની હસ્તરેષા અનુસાર ફળ પણ અવશ્ય થશે જ, ઠીક, ત્યારે ચાલો, રાત્રિ પણ બહુધા પૂરી થવા આવી છે. જે આ પાપીના અંતઃપુરમાં ચાલવામાં આપને ધૃણ થતી ન હોય, તે રાત્રિને અવશેષ ભાગ ત્યાં જ ચાલીને વીતાડો. પ્રાતઃકાલમાં સ્નાનવિધિથી પુનઃ શરીરની શુદ્ધિ કરી નાખજે.” કાળાપહાડે વિશ્રાંતિ માટે વિનતિ કરી.
“એ બધું તો થઈ રહેશે, પણ એરીસામાં યુદ્ધ થવાનું છે અને હું બ્રાહ્મણ છું; એટલે ત્યાં મારાથી નિરુપદ્રવ અને સ્થિર રહી શકાશે ખરું કે?” ભયભીત વાયરને ભવિષ્યની સ્થિતિ વિશે પ્રશ્ન પૂછ્યું.
“એ વિશે આપ લેશ માત્ર પણ ભીતિ કરશે નહિ. જ્યાં સુધી હું આપ પાસે રહીશ, ત્યાં સુધી એક કાંટે પણ આપના અંગમાં પ્રવેશ કરી શકશે નહિ. હવે વિલંબ કરો નિપ્રયોજન છે. ચાલો ઊઠે.” કાળાપહાડે ઉત્તર આપીને ઉઠવાની ઊતાવળ કરી.
“શું, જ્યાં બેગમ ગાવામાં લીન થએલી છે, ત્યાં બાદશાહના મહાલયમાં તું મને લઈ જવા માગે છે? મને ત્યાં કઈ કાંઈ રકટોક તે નહિ કરે?” ન્યાયરને વળી પણ ભીતિથી એ વચનો ઉચ્ચાય.
ગુરુરાજ ! એ બાદશાહને મહાલય નથી; એ તે આ ચાંડાલનું જ નિવાસસ્થાન છે. ત્યાં આવવામાં આપને કશી પણ અડચણ થવાની નથી.”
એમ કહીને સેનાપતિ કાળો પહાડ ત્યાંથી ઉઠડ્યો અને અતઃપુરજનાનખાના–પ્રતિ ચાલવા લાગ્યા. ચતુર્દિશાએ રાત્રિની ગંભીર નીરવતાનો વિસ્તાર થઈ ગયા હતા, ચંદ્રિકાને પૂર્ણ પ્રકાશ અંધકારને પરાજિત કરીને હાસ્ય કરતો દેખાતો હતો અને સર્વત્ર સૌગધ્યયુક્ત વાયુ વાતો જોવામાં આવતા હતા. ગુરુ ન્યાયરન સેનાપતિ સાથે ઉદ્યાનના માર્ગમાં થઈને અંતઃપુરમાં જઈ પહો. ચતુર સંરક્ષકાએ મહાલયનાં દ્વાર તત્કાળ બંધ કરી દીધાં. ન્યાયરને અવશેષ રાત્રિનો સમય યૂકવામાં જ વિતાડી દીધો. ક્ષણમાત્રને માટે પણ નિદ્રાદેવીએ તેના પર કૃપા કરી નહિ. તે જાગૃત જ રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com