________________
(૩૮)
રાજ્યના કુલ મુખતીઆર બનાવી કારભાર કરવા માટે, તેના હાથ નીચે રજન્સી કાઉનસીલ નીમી, ખરૂ જોતાં સરસાલારજંગ નિજામ જેટલી સત્તા પામ્યો. પરંતુ તેથી છલકાઈ નહિ જતાં ગંભીર વિચાર અને ચાલાકીથી રાજ્ય કારભાર ચલાવ્યો.
ઈ. સ. ૧૮૫૩માં નિજામના રાજ્યના રક્ષણ માટે સિકંદરાબાદમાં જે અંગ્રેજી લશ્કર રાખવા ઠરાવ થઈ, તેના ખરચ બદલ વરાડને ફળ ૬૫ પ્રાંત નિજામ સરકાર પાસેથી અંગ્રેજ સરકારે સરસાલારજંગના કાકા સીરાજઉલમુલ્કના કારભાર વખત લઈ લીધો હતો, તે પ્રાંત પાછો મેળવવા સરસાલારજંગ રાત દિવસ વિચાર કરતો હતો. આ કામ પાર પાડવાને તેણે અનેક યુક્તિઓથી રાજ્યની આબાદી તથા ઉપજમાં સારો વધારો કર્યો અને અંગ્રેજી લશ્કરનું ખરચ વ્યાજમાંથી આપી શકાય એ ટલી સીલીક ખજાનામાં કરી. તે પછી તેણે મવનર જનરલ લેનાર્યબુકને લખ્યું કે, જે મદદગાર લશ્કરના ખરચ બદલ વરાડ પ્રાંત અંગ્રેજ સરકારે નિજામના રાજ્યમાંથી લીવે છે, તે લશ્કરની જરૂર હવે રહી હોય, એમ જણાતું નથી; કેમકે નિજામના મુલકમાં સારી શાંતી પસરેલી છે. માટે એ ખરચ આ રાજ્યને માથેથી કમી કરવું. એમ છતાં કદાપી ઈગ્રેજ સરકારને એ લશ્કર રાખવાની જરૂર જણાતી હોય તો તેનું ખરચ
આ રાજ્યની તીજોરીમાંથી આપીશું, માટે અમારો વરાડ પ્રાંત અમને પાળે મળવો જોઈએ-આ મતલબને ખલી તેણે ગવરનર જનરલ તરફ મોકલ્યો, પણ કંઈજ ઉત્તર મળ્યો નહિ, ત્યારે ફેર બીજીવાર એ વિશે લખ્યું. આ વખત એ જવાબ મળ્યો કે નિજામ છોટી ઉમરના છે, માટે તે પુખ ઉમરના થઈ રાજ્ય સત્તા પોતાના સ્વાધીનમાં લે ત્યાં સુધી એ બાબત કંઈ થઈ શકશે નહિ. અને ફરીથી એ વિશે લખશે તો તેને ઉત્તર પણ મળશે નહિ. આથી સરસાલારજંગ નિરાશ થયોં નહિ. પણ તક આવે તે વાત યાદ કરવા મુલતવી રાખ્યું.
ઈ. સ. ૧૮૭૫ માં મહારાણના વડા શાહજાદા પ્રીન્સ ઓફ વેલ્સ આ દેશમાં મુબાઈ આવ્યા. તે વખત નિજામ સરકારને મુલાકાત માટે આમંત્રણ થયું હતું, પરંતુ તે વખત તે નામદાર સરકારની તબીયત રસ્ત નહિ હોવાથી, સરસાલારજંગ તેમને મુબાઈ નહિ મોકલતાં પોતે પ્રીન્સની મુલાકાત માટે મુબાઈ ગયે. આ મુલાક્ત વખત પ્રીન્સ ઓફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com